પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ ઓગણીસમું

દાણા ગણી દિયો !

છનિયાને સધિયારો આપીને ગોબર પોતાની ડેલી તરફ જવા નીકળ્યો.

રઘાની અકળ લીલા ઉકેલવા મથતો એ ખડકીમાં પ્રવેશ્યો ત્યાં તો ઓસરીમાં બેસીને દૂધનાં દોણાં ઠારી રહેલ ઊજમ અને સંતુની વાતચીતમાંની એક ઉક્તિ એને કાને અથડાઈ :

‘રાંડ વાંકાંબોલી કાંઈ વાંકાંબોલી !’

‘કોણ ? કોણ ?’ ગોબરે પૂછ્યું. ‘કોની વાત કરો છો ? કોણ વાંકાબોલી છે ?’

‘વખતુડી ! બીજી કોણ હોય ?’ ગામમાં આંકેલ ખૂંટિયા જેવી થઈને ફરે છે. માથે કોઈ ધોંહરું નાખનાર નથી એટલે ફાટીને ધુવાડે ગઈ છે, ને જેમ ફાવે એમ ભરડ્યા કરે છે !’

‘શું ભરડી નાખ્યું વળી !’

સંતુએ કહ્યું : ‘પાણી સીંચતાં સીંચતાં સહુ જીવતીની વાતું કરતાં’તાં, ને એમાં વાતવાતમાં કો’ક બોલી કે માંડણિયે જ હાથે કરીને જીવતીને સળગાવી મેલી. એટલે મેં કીધું કે જીવતી સળગી તયેં માંડણિયો તો ઘરમાં હતો જ નહિ. એમાં વખતીને વાંકુ પડી ગયું. મેં કીધું કે માંડણિયો તો બચાડો ઘરભંગ થઈ ગયો...એટલે વખતી બોલી કે બવ પેટમાં બળતું હોય તો માંડણિયાનું ઘર માંડ્ય !... સાંભળીને મને એવી તો દાઝ ચડી કે ડોસીનો જીભડો