લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
લીલુડી ધરતી
 

મેળવાયો. જાણકારે ‘નખતર’ પરથી હવામાનની આગાહી કરતાં ભડલી વાક્યો ઉચ્ચાર્યાં :

અને ઉજ્જડ આકાશ તરફ તાકી રહીને સહુએ એકી અવાજે આગાહી કરી :

‘ઓણ સાલ તો છપનિયાને ય આંટે એવો કાળ પડશે !’

બીજે જ દિવસે મુખીએ મેઘરાજાની આરાધના માટે ઉજાણી યોજવાનું એલાન આપ્યું.

અને ગામ આખું ઉઘાડે પગે ને ઉઘાડે માથે મેઘરાજાનાં મનામણાં કરવા ઓઝતને કાંઠે એકઠું થયું. પ્રાર્થનાઓ થઈ, રામધૂન ગાજી, ધોળ અને ભજનો ગવાયાં.

આ ઉજાણીના સમાચાર સાંભળીને શાપરથી કામેસર ગોર ખભે ખડિયો નાખીને દોડતો આવ્યો. એણે દુકાળમાં અધિક માસ જેવું સૂચન કર્યું. મેઘરાજાનો કોપ શમાવવા એણે મોટો યજ્ઞ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભોળા ભવાનદાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને ગામમાંથી ઘરદીઠ અને સાંતીદીઠ રૂપિયો રૂપિયો ઉઘરાવીને ઠાકર મંદિરમાં યજ્ઞ કરાવ્યો.

હાદા પટેલને આવા ક્રિયાકાણ્ડમાં બહુ શ્રદ્ધા નહોતી. એમણે તો ગોબરને સૂચના આપી દીધી :

‘વાડીના કૂવામાંથી ગાળ ઉલેચી નાખો. ઓણ સાલ ભર ચોમાસે કોસ જોડવાનો વારો આવવાનો છે.’

માંડણ અને ગોબર બન્ને પોતાની વાડીઓમાં ગાળ કાઢવા પ્રવૃત્ત થયા. પણ અરજણને શાદૂળ સમજીને માંડણિયે લાકડીએ લાકડીએ ખોખરો કરી નાખ્યા પછી બીજો કોઈ સાથી એને ત્યાં રહેવા તૈયાર નહોતો થતો, તેથી ગોબરે જ એ મજૂરી કરવાની હતી.

માંડણ, ગોબર અને સંતુએ મળીને બન્ને વાડીઓમાંથી ઉલેચી શકાય એટલો ગાળ ઉલેચ્યો, પણ એથી ય કશો ફેર ન પડ્યો. ઓણ