પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતીમાતાની સાખે
૮૭
 

 ‘જરૂર પડે તો શાદુળભાને ને મને બેચાર ગાળ્યભેળ્ય પણ દેજે. અમારું સારીપટે વાટીને પણ હાદા પટેલને વા’લો થાજે, હા ભાઈ ! વા’લા થઈને વેતરતાં આવડવું જોઈએ... કેમ બોલ્યા નહિ, જીવાભાઈ ?’

‘બરોબર છે, સંતુના વાલેશરી થાતાં આવડવું જોઈએ. એમ કરીને હમણાં આ ઘા ખમી ખાઈએ. બધી ય વાત ભૂલાઈ જાય પછી દાવ આવ્યે સોગઠી મારીએ !’

સાંજે ટીહો થાક્યો પાક્યો ગાડું લઈને ઘેર આવ્યો ત્યારે એણે ઓસરીએ ચડતાં જ હરખને પહેલવહેલો પ્રશ્ન પૂછ્યો :

‘માટલામાં ગળ કેટલોક છે ?’

‘માટલામાં ગળ ? મહિના દિથી તો માલીપા મકોડા સિવાય કાંઈ રિયું નથી.’

‘તો ગિધાની હાટેથી ગળ જોખાવી આવજો. સંતુને તેડવા ઢગ આવે છે.’

*