પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવતરમાં થીગડાં
૧૮૩
 


દામજી અરધો ગાંડા જેવો થઈને બહેનની તલાશમાં ઘૂમતા રહ્યો. લોકોએ એને પૂછ્યું : ‘ઝમકુડી કાંઈ લેતી ગઈ છે ખરી ?’

દામજીએ કહ્યું :

‘’લેવા જેવું મેલતી ગઈ છે, ને મેલવા જેવું હંધું ય ભેગું બાંધતી ગઈ છે—’

ગુંદાસરમાં કાળો કકળાટ થઈ ગયો. આધેડ ઉમ્મરની બાઈ, પેટનાં જણ્યાં છ છોકરાંને મેલતી ગઈ હતી અને ઘરમાંથી સામટાં સોનાં ને રોકડા રૂપિયાનો ઊસરડો કરતી ગઈ હતી.

*