લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાઘિયો ભસ્યો
૧૯૧
 


‘હા, વાલની વાળી તો શું, અટાણે કો’ક મરી જાય તો મડદાના મોઢામાં મેલવા જેટલી સોનાની કરચે ય નથી મેલતી ગઈ—’

‘તો હાંઉ. ઓલ્યા ખાંટની વાત સાવ સાચી નીકળી. ઝમકુડી ઈ એ...ય...ને શિવાભારથીના ઘરમાં બેઠી તનકારા કરે !’

પણ વાત એટલી તો વિસ્મયપ્રેરક હતી કે માંડણે આપેલાં આટઆટલાં એંધાણો પરથી ય એમાં ઝટ વિશ્વાસ બેસે એવું નહોતું. ગુંદાસર અને સતાપરના પંથક જ સાવ ઉત્તરદખ્ખણ જેવા; એમાં એ બન્નેનો મેળ સધાય જ શી રીતે ? ક્યાં એક વેપારી ને ક્યાં એક અતીત !

‘ના, ના, ઈ તો કો’ક બીજી ઝમકુ હશે.’

‘શિવાભારથીની નાતીલી જ કો’ક દખિયારી બાઈ હશે—’

આવી અટકળો અને અનિશ્ચિતતાનો અંત લાવવા માટે મુખીએ તુરત માર્ગ કાઢ્યો. એણે દામજીને વાટ ખરચી આપીને સતાપર દોડાવ્યો.

‘જા, છાનોમાનો જઈને સાચી વાત જાણી આવ્ય ઝટ, આ ઠૂંઠિયાની વાત સાચી ન મનાય.’

અને દામજીએ સતાપરનો કેડો લીધો.

ત્રીજે દિવસે એ ખોટા રૂપિયાની જેમ પાછો આવ્યો, ને કહ્યું :

‘વાત સાવ સાચી. ઝમકુને મેં શિવાભારથીની જગ્યામાં નજરોનજર ભાળી ને કીધું કે બે’ન ! હાલ્ય તારાં છોકરાં રૂવે છે. તો મને સગા ભાઈને, સાંભળી ન સંભળાય એવી ગાળ્યું દઈને કાઢી મેલ્યો. શિવાભારથીએ મને ગડદાપાટુ કરીને ગામમાંથી તગડી મેલ્યો ને કીધું કે હવે ફરી દાણ સતાપરની સીમમાં ય ક્યાંય દેખાણો છે તો ડેબાં ભાંગી નાખીશ !’

હવે ગામ આખાને ગળા સુધી પાકી ખાતરી થઈ કે ઝમકુએ એક અતીતનું ઘર માંડ્યું છે.

‘અરરર ! નાત્ય આખીમાં એને કોઈનું ઘર ન સૂઝ્યું તી