પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ચોવીસમું

સૂરજ ઊગતાં પહેલાં

ઠૂંઠા માંડણને એક હાથમાં રાતુંચોળ બાળક લઈને ઊભેલો જોતાં અજવાળીકાકી તો આભાં જ બની ગયાં.

આ શું ? આ સપનું હશે કે સાચું ? આ બચોળિયાને તો હું સગે હાથે ઠેઠ હાથિયે પાણે મૂકી આવી હતી, એ પાછું કેમ કરીને આવ્યું ? ને આ માંડણિયો મળસ્કા ટાણે ક્યાંથી ફૂટી નીકળ્યો ? ખડકી તો ખાલીખમ હતી; માંડણિયો તો ભૂતેશ્વરમાં ભજનમાં બેઠો હતો. એ ઓચિંતો અહીં ક્યાંથી આવી પૂગ્યો ?

‘લ્યો, કાકી ! લઈ લ્યો આ મૂંગા જીવને. ભગવાનને ઘીરેથી આવરદા લાંબી લખાવીને આવ્યો હશે, ઈ આપણે હાથે કેમ કરીને ટૂંકી થાય ?’

માંડણ બોલતો રહ્યો ને અજવાળીકાકી અચરજ અનુભવતાં રહ્યાં.

અંદર ઓરડામાંથી ઉત્સુકતાભર્યો અવાજ ઊઠ્યો : ‘મા !... મા !...’

‘હવે મૂંગી મરીશ ?’ કાકીએ પછવાડે મોઢું ફેરવીને ડારો દીધો. ‘મા વન્યા જાણે કે વહૂકી ગઈ’

અને તુરત માંડણ તરફ મોઢું ફેરવ્યું. હાથમાંના હરીકેન ફાનસની વાટ ઊંચી ચડાવીને બાળક તરફ નજર કરી.

તાજા જન્મેલા શિશુનું રેશમ જેવું સુંવાળું શરીર હાથિયા પાણાની રતુમડી માટી વડે ખરડાયેલું લાગતું હતું. અરે, પણ આ