પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોરી ધાકોર ધરતી
૨૭૯
 

 એ સૂચન અવગણી કાઢ્યું.

‘અમારા હાથપગ કંઈ ભાંગી ગ્યા છે ?’ કહીને એણે તો સંતુની મદદથી રોજ ઊઠીને હળ જોડવા માંડ્યું.

અને એવામાં ટહેલિયા બ્રાહ્મણે એક દિવસ ઓચિંતી જ વિદાય લીધી. એની ટહેલ પૂરી થઈ ગઈ. ધરમીને મન સહેલ હોવાનું એ કહ્યા કરતો હતો એવો કોઈક અજ્ઞાત ધરમી જીવ ગામમાંથી એને મળી રહ્યો હતો, અને એણે આ ગરીબ બ્રાહ્મણને રોકડા રૂપિયા આપવાને બદલે એનું જેટલું સોનું ચોરાયું હતું એટલું ભારોભાર જોખી દીધું હતું.

‘આવા માઠા વરહમાં સોનું નીકળ્યું કોના ઘરમાંથી ?’

‘કોઈની કોઠીમાં ખાવા ધાન તો રિયું નથી, ને એટલું સોનું ક્યાં સંતાઈને પડ્યું’તું ?’

અને તુરત સંશાયાત્માઓની શંકા, સતીમાને સોનાનું ખોભરું ચડાવનાર વ્યક્તિ તરફ વળી.

‘સોનું આપનારી અમથી સુતારણ જ, બીજું કોઈ નહિ.’

અલબત્ત, ટહેલિયાએ તો પોતાના દાતાનું નામ ગુપ્ત જ રાખ્યું હતું – બલકે એ શરતે જ એને દાન મળ્યું હતું પણ લોકોની કલ્પનાશક્તિ કાંઈ કુંઠિત થોડી થઈ ગઈ હતી ? એમણે દાતાની ઓળખ કરી પાડી; એટલું જ નહિ, આ જબરા દાન પાછળનાં પ્રયોજનો પણ કલ્પી કાઢ્યાં.

‘સતીમાને સોને મઢવાની જેમ આ દાનની માનતા ય એણે માની જ રાખી’તી—’

‘ગિરજો પાછો જડ્યો એની આ માનતા હતી : કો’ક બ્રાહ્મણને રાજી કરવાની માનતા. આ ટેલિયાની ટેલ એણે પૂરી કરી દીધી—’

×××

જોતજોતામાં તો સંતુ અને ઊજમે થઈને બન્ને ખેતર ખેડી