પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેલડીનો કોપ
૭૧
 

 નહિ પણ ગામબાર્યું કરાવી દિયો... ઈ જ લાગની છે ઈ હરખી ! ઈને ય ખબર્ય પડશે કે અજવાળીકાકી હાર્યે બથ ભીડવી કાંઈ બચ્ચાંના ખેલ નથી—’

આમ, નથુકાકા પત્નીની ચડામણથી ઘાએ ચડેલા હતા. જીવો જેલમાંથી છૂટીને આવ્યો એ પછી ખીજડિયાળી વાડીએ મધરાત પછી આ સોની મહાજન અને જીવાનું મિલન નિયમિત થઈ ગયું હતું. દ્રવ્યોપાર્જનની સહિયારી પ્રવૃત્તિને પરિણામે બન્ને વચ્ચે ઘરોબો પણ કેળવાઈ ગયો હતો. આ દુકાળિયા વરસમાં વાડીના કૂવાનાં પાણી પાતાળે પહોંચ્યાં હતાં, એ આ કણબીઓ માટે એક આડકતરો આશીર્વાદ બની રહ્યો હતો. કેટલાક ખેડૂતોએ પોતપોતાની વાવ ઉલેચી, ગાળ કાઢ્યા, ગોબર-માંડણે ટોટા ફોડ્યા, પણ આ દરબારી વાડીની વાવ ઉલેચવાનો કોઈને ઉચાટ જ નહોતો. કેમકે, ભર્યા કૂવા કરતાં ખાલી કૂવો વધારે કમાણી કરાવતો હતો !

જીવો જેલમાંથી જ કસબ શીખી લાવેલો એ આ કૂવામાં અજમાવી રહ્યો હતો. ફૂવાને ખાલી તળિયે એણે સિક્કા બનાવવાનાં યંત્રો ગોઠવી દીધાં હતાં અને સમજુબા તથા નથુ સોનીની સહિયારી ભાગીદારીમાં અહીં મધરાત પછી પૂરજોશમાં ટંકશાળ ચાલતી હતી.

જીવો ખવાસ આ માલનો ઉત્પાદક હતો અને જેરામ મિસ્ત્રી એનો વિતરક હતો. જેરામે હવે મિસ્ત્રીકામ છોડીને નિત્યપ્રવાસીની કામગીરી શરૂ કરી હતી. નથુકાકાએ બનાવેલી હૂબહૂ સિક્કા જેવી જ ‘ડાઈ’માંથી ટપોટપ તૈયાર થતા કથીરના સિક્કાઓની ફાંટ બાંધીને એ દૂર દૂર દેશાવરમાં નીકળી પડતો. કોઈ વાર કોચીન–મલબાર જઈ પહોંચે તો કોઈ વાર છેક કલકત્તા સુધીની ખેપ કરી આવે. આસામની સરહદે અભણ આદિવાસીઓના પ્રદેશમાં પણ ઘૂમી આવે; ભટકુ જાતિઓમાં ય ભમે. અને મહિનો માસ રખડીને પાછો ગુંદાસરમાં આવે ત્યારે પેલી ફાંટના બદલામાં કડકડતી કરન્સી નોટોના થોકડાના થોકડા લેતો આવે. ગામમાં કોઈ પૂછે, તો કહે કે હું તો