પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પત્ર ૪
૧-૭-૧૮૮૫
 

સૌછેલ્લું લખો છો કે 'તને મળવાની ખોટી જીદ છે' એ હું નાકબુલ નથી કરતી. પણ તમે જાણો કે હું થોડા દિવસ મુંબઈ નાશભાગ કરી અલ્પસુખ લીધું ન લીધું ને પાછા મુકામે આવતા રહીશું. જુઓ કે, હું વિષયભોગની તલમાત્ર પણ ભૂખી નથી. એ બાબત મારા મનમાં સ્વાભાવિક તૃષ્ણા જ ઓછી છે. પણ અહિં આવીને તમે પછા જાઓ એટલે મારાથી વિયોગે જીવાય નહિ જો. પછી તો તમારી ર્દષ્ટિ આગળ જ મને રાખો તો જ જીવી શકું. તમે જાણો કે એને ઊકળતી આગે નાંખી પત્રથી શાંત કરૂં એ તો ન સમજશો. તેમ આપણે પાસે રહીએ એવો ઉપાય પણ શો છે ?

♣♣


પત્ર ૫
૬-૭-૧૮૮૫
 

આપ તરફનું સુખદ પત્ર મળ્યું. પ્રિય બંધુ, આપના ઉપર અમને રીસ ચડી તે વિના કારણ? શું આપે તેનું કારણ ઊપજાવ્યું (!) વાહરે વાહ! ઉલટો ચોર કોટવાળને દંડે એવો પ્રયોગ ઠીક ભણ્યા છો. અમને આપ કેટલા વ્હાલા છો, આપનું સ્મરણ કેવી રીતે નિરંતર થયા કરે છે તેનું વર્ણન અત્રે વિસ્તારથી કરૂં તો પણ યથાર્થ ઉભરો જેટલો દીલમાં છે તેટલો તો ન જ નીકળી શકે. વળી આપ હ્રદયના ઘણા કોમળ છો એટલે મન પર એની અસર પણ ખૂબ થાય. આપને સ્નેહના શબ્દમાં કહેવાનું તો ઘણુંએ છે પણ નથી જ કહેતા કારણ કે આપ તો એમ જ સમજો છો કે સ્ત્રીઓ તો એવી વાંધાખોરી હોય જ. અમે તો એમ જ સમજતાં હતાં કે પૂર્વે વાયદા અગસ્ત મુનીને જ કરતા આવડતા હશે. પણ હવેથી ખાત્રી થઈ કે ખૂણે ખોચરે અદ્યાપિ પણ આપ જેવા અગસ્તને ય ઉછાળી નાંખે એવા પડ્યા છે. વારૂ, જ્યારે આપ અનેક અડચણ દૂર કરી પોતાના મિત્રોને મળવાને ભાવનગરથી મુંબઈ પધાર્યા ત્યારે બની શક્યું અને અમને મળવાને આવવું તે તો જાણે આપ મોટા માણસથી ન બની શક્યું ? અમે નાશક ગયા ત્યારે જેટલું સ્મરણ આપનું થતું હતું એટલું ઈશ્વરનું થયું હોત તો ખરે જ તે બિચારો અમારૂં કલ્યાણ કરત કારણ કે તે તો ભક્તવત્સલ છે. તમારી