પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમ એને કાંઈ ભક્ત આંખના પાટા જેવા નહિં જ લાગતા હોય. આપ તો મહત્તામાં એના કરતાં ક્યાંહી વધી ગયા. જાણે મનમાં એમ થાય છે કે 'કવિતામાં જ ખૂબ ઉધડા લઉં' અથવા પ્રત્યક્ષ મળે તો ખૂબ રડું અને રડવાનું કારણ પૂછે તોય કહું નહીં. ચતુરભાઈને અમારે ઘેર મોકલાવ્યા એ અને અડાજણ પત્ર લખ્યું એ અત્યંત ઉપકાર કર્યો અને મોટો વિવેક ખરચી નાંખ્યો. પણ જો એટલું ય ન કર્યું હોત તો વળી હદથી જાદે વિવેકી બન્યા હોત. અમારે ઘેર પધારવાના છો એવું જાણી મેં શું કરી રાખ્યું હતું ? અને આનંદ કેવો થયો હતો ? તે કહેવાતું નથી. તેમ આપ ગયા એ શબ્દ જાણી મારા મોઢામાંથી મનને વારી રાખતાં પણ જે ઉદગાર માફક વાક્યો નીકળી ગયાં છે તેમાં શું લખું ? અને તેથી તમને અસરે શી થનાર છે ? ધીક્કાર છે અમારા મૂર્ખ મનને કે તમારા જેવા વજ્રહ્રદયીને તથા વિવેકશૂન્યને યાદ કરી ખાલી દુ:ખ ઉભું કરે છે. આ વાક્યોથી તમોને મારા ઉપર માઠું લાગશે તો ભલે જરા વધારે જમજો પણ આવી વર્તણુંક અમારા પ્રત્યે રાખી તો એમ જ લખવાની. પરચડે તો પત્રવહેવાર રાખવો. અમે મથી મથીને ત્રણ માસ 'આવવાના છે' 'આવવાના છે' એવી આશાએ કાઢેલા અને આવ્યા બાદ મળ્યા વગર ગયા તેથી અમારા જીવને જે દુ:ખ થયું છે તેનું પાપ તમને ને તેના બદલામાં આપ દીર્ધાયુ થાઓ અને આવા ઠપકા ખાધા જ કરો. તમે જાણો કે આવી આવિ ભૂલો કરો ને ઝાડ્યા વિના રહું તે તો ન સમજવું. આપ ભલેને મોટા - મોટા સંસ્કૃત પ્રોફેસર છો અને ભલેને લૉર્ડ રીપનની પદવીને પામો પણ અમે તો આપને અમારા જીવ પ્રમાણે જ ગણવાના. આપ મુંબઈ આવ્યા ત્યારે મને ન મળ્યા. તેના બદલામાં હું ભાવનગર આવીશ ત્યારે આપને પણ નહીં મળું અને એમ કરતાં ક્યાંહી રસ્તામાં મળ્યા તો લાજ કહાડીશ તે વખતે કોઈ પૂછશે તેનો ઉત્તર આપને પણ કાળજે ઠંડક થાય એવો આપીશ. અમારિ પત્ર વાંચી આનંદ ને ખેદ સાથે જ એવી સહોક્તિ હું ભણી નથી. ખાલી ખાલી એવી અલંકૃત વાણી વાપરી ગભરાવશો માં. નહિ તો પછી હું એવા તો ગભરાવીશકની તે તો જાણશો, મારા જીવના સમ ! આજ સુધી આપનું પત્ર ન મળ્યું તેમ મેં પણ 'દયા પ્રભુજી સાથે મુખે નીમ લીધો પણ મન કહે જે પલક ના નિભાવું, – મારે, આજ થકી શામ રંગ સમીપે ન જાવું' – એમ ઉપર ઉપરનો ટેક રાખતાં જીવ તો એવો તલપાપડ થયા કર્યો કે કસર નહિ જાણે ને કહેતી કે, 'હું તો એમનો પત્ર આવશે તો વાંચીશ નહિ !' પણ શિરનામા પર અક્ષરો ઓળખીને મારા પતિ ઊભા હતા તો પણ બળાત્કારે પત્રને ચુંબન થઈ ગયું, એ ઉપરથી આપ અમને કેવા પ્રિય છો તેનું લોપન થઈ શકે છે. પણ આપ