“ઘેલિયાને માટે નાતજાતમાં જવા માટે વીશ રૂપિયાનું પીતાંબર લઉં તેના કરતાં તો ફળિયામાં એક અખાડો કરાવું ને મહીં રેતી પથરાવું એ નહિ સારું? પીતાંબર પહેરીને ઘેલિયો નાતજાતમાં રૂડો દેખાશે, પણ અખાડામાં ખેલીને તો તે શરીરે રૂડો થશે.”
ઘેલિયાની બા કહે છે : “એને એક કંદોરો કરાવી આપો, ને એક કડું આપો આડોશીપાડોશીનાં છોકરાં સૌને એ ઘરેણાં તો છે!” હું કહું છું : “ઘરેણાં પહેર્યા વિના ઘેલિયા ભૂંડો નહિ લાગે પણ આપણે ઘરેણાંના પૈસા ખરચીએ એના કરતાં એને રોજ સવારે અડધો શેર ગાયનું દૂધ પિવરાવીએ તો ?”
ઘેલિયાની બાને એમ થાય છે: “આપણે પણ દેરિયાજેઠિયા જેમ રહેવુ જોઇએ. છોકરાં પાંચદસ રૂપિયાના ફટાકટા ફોડે ત્યારે ઘેલિયાને માટે બે રૂપિયા તો ખરચવા જ જોઈએ ના ?” મને લાગે છે કે “એ તો આપણી દેખાદેખી જ થઈ. ફટાકડા ફોડીને તો પૈસાનું પાણી કરવાનું ! એને બદલે ઘેલિયાને બે રૂપિયાનાં કાતર ને રંગબેરંગી કાગળ ન અપાવું કે ઘેલિયાને કોતરણીકામ ગમે છે તે ધરાઈ ધરાઈ ને કરે ?”
ઘેલિયાની દાદી એટલે મારી બા કહે છે : “બાપુ ! સાત રૂપિયા ઇ લોઢાનાં ચકરડાં ને ચાપડામાં શું કામ નાખ્યા ? સાત રૂપિયામાં તો એક હેલ આવે. ઘરમાં એક