લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
મા બાપ થવું આકરું છે
 

રાચ થાય તે ત્રણ પેઢી સુધી ચાલે !” હુ વિચારું છું : “ઘેલિયાને મિકૅનો ગમે છે. તે વડે તે પોતાની યાંત્રિક શક્તિને ખીલવે છે. ઘરમાં બેડું ન હોય ને માટીનાં માટલાં હોય તો શુ ખોટું ? ઘેલિયો યંત્રવિદ્યામાં આગળ વધશે તો એવા રાચની તો દુકાન કાઢશે !”

ઘેલિયાની બા કહે છે: “ઘેલિયા માટે એ બાબલાં આણો; જમનાના જીવાએ પણ લીધાં છે. ઘેલિયાને એ બહુ ગમે છે ને કજિયા કરે છે.” હું કહું છું : “ફળિયામાં ખડ થયું છે તે તેથી મચ્છર થયાં છે, તેથી સૌને વારે વારે તાવ આવે છે. બે બાબલાં લાવું તેના કરતાં બે દાડિયાં બોલાવીને ખડ ન કઢાવું કે રોગમાંથી બચીએ ?” એની બાને એ ખોટો ખરચ લાગે છે. તે કહે છે : “એ તો ખડ સુકાઇ જશે. આપણે એવા પૈસાદાર ક્યાંનાં કે ખડ કઢાવવા દાડિયાં રાખીએ ?”

: ૨ :

હું કહું છું : “ઘેલિયાને એના આ જન્મદિવસે કંઈક એવુ અપાવીએ કે એને ખૂબ મજા પડે ને લાભ થાય; ને નાહકનાં ઘણાં બધાંને ભેગાં કરીને ખવરાવવા–પિવરાવવાની આખો દિવસ ખટખટ કરીએ છીએ તે છોડી દઇએ.” એની બા કહે છે : “એ વાત મને ગમી. એમાં તો આપણે અડધાં થઈ જઈએ છીએ, અને ઘેલિયાને મન એનું કંઇ નહિ.”

ઘેલિયાની બા કહે : “ત્યારે આપણે ખોટો ખરચ બંધ કરીએ. આ નકામાં વરસે વરસે ત્રાંબા-પિત્તળનાં વાસણો ભેગાં કરું છું તે. આ નવા વરસે આપણે રમવા માટે ઘેલિયાને ફૂટબોલ અપાવીએ.