ખોળામાં બેસાડે છે, તેમને કુદાવે છે, નચાવે છે. આ બધું તેમના અધિકારની બહાર જ છે એ વાત જુદી છે; પણ ભલાં બાળકો એમ માને છે કે જ્યારે બા કે બાપાના આ મહેમાનો છે, મહેમાનો મોટા માણસ છે, બા અને બાપા તેમને માન આપે છે, ત્યારે તો તેઓ સારા જ હશે. તેઓ જે કરતા હશે તે સારું જ કરતા હશે. તેઓ જે કરે તે ન ગમે તો કોઈને કહેવાય નહિ કે બોલાય નહિ.
બાળકોને ઘણા મહેમાનોના ત્રાસરૂપ લાગે છે, તેમને કઢંગા અને જંગલી જેવા લાગે છે. સંસ્કારી બાળકો તેમનાથી દૂર જ રહે છે. છતાં મહેમાનો તેમને પાસે લે છે, રમાડે છે, ત્યારે તે મૂંગાં રહે છે કે કોઇ વાર રડી પડે છે. આવે વખતે માબાપો ઊલટાં બાળકોને કહે છેઃ “જો, એમ ન થાય. વાત કરો, બેટા ! એ તા આપણે ફલાણા છે. એમ ન થાય. વાત કરો, બેટા ! એ તો આપણે ફલાણા છે. એમ કાંઇ થાય ? એમ ન રડાય.”
પણ માબાપોને બાળકો મહેમાનોની દુર્ગંધ સમજાવી શકતાં હોત તો માબાપોની આંખ તુરત ઊઘડત, અને તેમનાથી બાળકોને તેઓ બચાવી લેત.
બાળકોને મહેમાનોની વાસ તીવ્રપણે આવે છે. તેઓ સારાનરસા મહેમાનોને ઓળખી કાઢે છે અને તે પ્રમાણે પરિચય લેવા રાજીકરાજી હોય છે. છતાં જ્યારે એકવાર તેઓ મહેમાનોની બદીનાં ભોગ થઈ પડે છે, ત્યારે તેઓ પણ મહેમાનપ્રિય થઇ જાય છે, અને મહેમાનોને પસંદ કરે છે. પછી તો ઘણા મહેમાનો પાસેથી બાળકો ન સમજે તેમ ચારિત્ર્યની હીનતાની દૂર દૂરની ભયંકરતાનો અસ્પષ્ટ એવો