પરિચય મેળવે છે, અને પોતે ન સમજે તેમ તેનો એક પ્રકારનો આનંદ મેળવે છે.
બધા મહેમાનોનો ઉપરલખ્યો લાભ નથી મળતો; પણ કેટલાએક હલકા મહેમાનો આવા લાભ આપવા શક્તિવાન હોય છે.
મહેમાનોના વર્ગો પાડીએ તો મિત્રો, સગાંઓ, ફાલતુ આવતાજતા આડતિયાઓ, ભલામણથી આવેલા વટેમાર્ગુઓ, વગેરે વર્ગો પડે. અંગ્રેજીમાં કહેવત છે કે “ખુદા આપણને આપણા મિત્રોથી બચાવે.” એ કહેવત વધારે સારી રીતે આપણે એમ સમજવી જોઈએ કે “ખુદા આપણાં બાળકોને આપણા મિત્રોથી બચાવે” આપણા મિત્રો એટલે વધારે નજીકના વધારે હક્ક ધરાવનારાઓ, વધારે માનનીય માણસો. તેઓ બીડી પીતાં પીતાં બાળકોને રમાડે તો બાળકોએ તેમના ધુમાડા સહન કરવા ! તે ગંધાતા મોઢે બાળકોને બચી લે તો બાળકોએ તે કબૂલ રાખવી ! તેઓ બાળકોના વાંસા થાબડે તો બાળકોએ તે માન્ય રાખવું ! તેઓ તેમને બે પગ વચ્ચે કે હાથ વચ્ચે દાબીને ભીંસે તો બાળકોએ તે ગમાડવું ! માબાપોએ પોતાના મિત્રોને આ કુટેવમાંથી છોડાવવા જ જોઇએ.
સગાંસંબંધીઓ તથા મહેમાનોની લાગણીનો બહુ લાભ બાળકોને આપવાની જરૂર નથી. તે બાળકો ઉપર જે કૌટુંબિક હક્ક ધરાવે છે તેનો પટ્ટો હવે પૂરો થયો છે એમ માબાપે વિચારી લેવું. સગાંસંબંધીઓ બાળકો માટે આદર્શ રૂપ છે એવું બાળકો કદી ન સમજે તે જોવું. આપણે આવા મહેમાનોની ટેવો, વિચારો વગેરે વિષે ઘરમાં છૂટથી બાળકો સમક્ષ વાર્તા કરીએ જ. “તારી બા આવી છે; તારી માશી તો આવી છે; ફલાણીએ ફલાણાંને એમ કહ્યું હતું; તું નાનો