લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્રકાંત પિતા હતો
૧૩૧
 

અને અવિશ્વાસ એ બેમાં તફાવત છે. આપણા મહેમાન આપણા માથા પર છે; પણ આપણી ચીવટ તેથી કમી કરવાની જરૂર નથી.

[ ૩૬ ]
ચંદ્રકાંત પિતા હતો
 

ચંદ્રકાંત વિચારવંત પિતા હતો. દાક્તર હતો એટલે તે ઘણો જ પ્રવૃત્તિમાં રહેતો; તેને પાણી પીવા જેટલી યે ફુરસદન ન રહેતી; સવારથી સાંજ સુધી તે દરદીઓની વચ્ચે જ જીવતો પણ સાંજ પડતી એટલે ચંદ્રકાંત ઘેર જ આવતો. સાંજનો એક કલાક તે દાક્તર મટી જઈ પિતા બની જતો. દાક્તરના ધંધા પેઠે તેણે ડહાપણથી પિતાનો જાણે કે ધંધો બનાવ્યો હતો, દાક્તર તરીકે જેમ તે આપેલો સમય ચૂક્તો નહિ, તેમ તે બાળકો સાથે બેસવાનો કે ફરવાનો સાંજનો સમય ચૂકતો જ નહિ. દરદીને તે બહુ કાળજીથી સાચવતો અને પેાતાનું કામ ફતેહમંદ કરવા તે અભ્યાસ અને અનુભવ વધારતો. તેમજ તે બાળકોના પિતા તરીકે સફળ થવા તે કામનો અભ્યાસ અને અનુભવ વધારતો. બેદરકારીથી જેમ દરદી ગુમાવી દેવાશે અને ધંધાને ધક્કો લાગશે એમ તે માનતો, તેમ જ તે બાળકોની પ્રત્યે બેદરકારીથી પ્રેમ ગુમાવી બેસાશે અને પિતૃત્વના દરજજાને કલંક લાગશે એમ માનતો દર સાંજે તે કાં તો છોકારાંઓ સાથે ફરવા જતો. બાગમાં જતો તો બાળકોને ઝાડોનાં તથા ફૂલોનાં નામો ને જાતો કહેતો એકાદ બૅન્ડસ્ટેન્ડ પાસે બેસતો