લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમીદૃષ્ટિ
૧૩૩
 

લાગે છે, ઘણાંને તે દાક્તર લાગે છે. ઘણાંને દુકાનદાર વાણિયો લાગે છે, ઘણાંને તે મહેતાજી લાગે છે; પણ ભાગ્યે જ થોડાં બાળકોને પિતા, એ પિતા લાગે છે. ચંદ્રકાંત પોતાનાં બાળકાને જુદે જુદે સમયે જુદો જુદો લાગતો હતો. કોઈ વાર બાગવાન લાગતો હતો, કોઇ વાર સુતાર–લુહાર લાગતો હતો, કોઈ વા૨ કવિ કે ચિત્રકાર લાગતો હતો; બધું લાગતો હતો છતાં એકંદરે તે પિતા લાગતો હતો. બાળકોના મન પર એવી છાપ પડતી હતી કે અમારા બાપા, બાપા છે–પિતા છે.

ચંદ્રકાંત દાક્તરનાં બાળકો ભાગ્યશાળી હતાં કેમકે તેમને પિતા સાંપડ્યો હતો. પોતે પણ ભાગ્યશાળી ગણાય કેમકે પોતે પિતા થઈ શક્યો હતો!


[ ૩૭ ]
અમીદૃષ્ટિ
 

કવિ કલાપીએ એક કાવ્યમાં પેલી જૂની વાત વર્ણવી છે. રાજા હતા તે ફરવા નીકળ્યો. રસ્તે વાઢ આવ્યો; તરસ લાગી ને અંદર ગયો. ખેડૂતે મીઠો અમૃત જેવો શેરડીના રસનો પ્યાલો ભરીને રાજાને ધર્યો. બાપુ એક પ્યાલો ગટગટાવી ગયા. બાપુને ટાઢક વળી; કાળજું ઠરીને હિમ થયું. બાપુએ કહ્યું : “એક બીજો કટોરો ભરો.” ખેડૂત વાઢમાં ગયો, ને શેરડી કાપી કાપીને પ્યાલો ભરવા લાગ્યો. પણ શેરડીમાંથી રસ જ ન નીકળે ! ઘણી મહેનત કરે ત્યારે માંડ