લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડધો દિવસ બગડ્યો !
૧૩
 

ચંપક કહે : “રામજીને કહેવા ગયો હતો કે સાંજે ઘેર આવીને જાદુના ખેલ કરે.”

રેવાબેન તાડૂક્યાં: “તે અત્યારમાંથી ત્યાં શું કહેવું’તું ? બપોર આખી નો’તી પડી?”

ચંપક કહે: “પણ બા......”

“જા, જા, ઘરમાં પગ જ ટકતો નથી !”

ચંપક કહે : “પણ બા... ...”

રેવાબેન કહે : “લે હવે ઝટઝટ કપડાં સંકેલી નાખ. જો પણે બધું એવું ને એવું પડ્યું ! ને આ તારો ઢંગ તો જો, હજી નાયો પણ નથી ?”

ચંપકનું મોં ચડ્યું; તે કામ કરવા લાગ્યો.

કીકો રડતો હતો; જીવી મોં મચકોડીને ચોખા વીણતી હતી; ચંપકનું ટીચકું ચડેલું હતું; રેવાબેનનુ માથું ગરમ થઈ ગયું હતું.

ઘડિયાળમાં સાડાદશનો ટકારો થયો.

હજી મણિલાલ આવ્યા ન હતા. રેવાબેન તલપાપડ થતાં હતાં, પપડતાં હતાં: “ક્યારે શાક આવશે, ક્યારે રવો આવશે ને ક્યારે બધું થશે ? બે વાગે તો રુક્ષ્મિણીબેનને ત્યાં જવું છે! એમની ટેવ તો એની એ રહી! મળ્યા હશે કોઈ ભાઇબંધ એટલે બેઠા હશે વાતો હાંકવા !”

ત્યાં જોડા ખખડ્યા અને મણિલાલે હસતા અવાજે કહ્યું : “કાં કીકા, જીવી. ચંપક ! તૈયાર થવા માંડ્યાં છો ને? કાં, રસોઈ કેટલે પહોંચી ?”

રેવાબેનનાં ભવાં ચડ્યાં. ચિડાઈને તાડૂક્યાં : “તૈયાર તો બધાં ક્યાંથી થતાં હતાં? આ જમુડો ને તમારો કીકો ને