લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
મા બાપ થવું આકરું છે
 

જીવી ને ચંપક : એકેમાં વેતા ક્યાં બળ્યા છે ? ને તમારે તો હજી યે મોડા આવવું’તું ને? રવા વિના શીરો ક્યાંથી કરવાની હતી ? ને શાકને તે કાંઈ અગિયાર વાગતા હશે ?”

મણિલાલ કહે: “અમે આજે પેલો....”

“એ, મારે એ બધું નથી સાંભળવું. ઝટ શાક સુધારો કે ચૂલાભેગું કરું.”

મણિલાલ ઠાવકું મોં રાખી શાક સુધારવા બેઠા. ત્યાં કીકો આવ્યો ને કહે : “બા અમને આમ કરતી હતી.” જીવી કહે : “બાપુ! માએ જગુની પાટી ઘા કરીને તોડી નાખી.”

મણિલાલ કહે : “હશે, આજે કોઈએ રોવાય નહિ; આજે મોઢું યે ન ચડાવાય. આજે તો આપણે ત્યાં ઉત્સવ છે ને ? ચાલો જોઈએ, હું બતાવું તે કરવા માંડો જોઈએ !”

રેવાબેન તાડૂક્યાં : “એ હવે ડાહી ડાહી વાતો કરશે. અત્યાર સુધી થઈ’તી એ જોવા તો આવવું’તું ? જો ને કીકો જઈને ફરિયાદ કરે છે, બા આમ કરતી’તી ને તેમ કરતી’તી ! ને જીવલી તો જીવલી છે ! ભૂડું નવરોગું મોં!”

છોકરાં પાછાં હેબતાઈ ગયાં.

મણિલાલે શાક સુધારી આપ્યું એટલે રેવાબેને ધબધબ ઠામ પછાડતાં પછાડતાં વઘારી દીધુંં.

રેવાબેનનો મિજાજ ઠેકાણે ન હતો.

રેવાબેન કહે : “આવશો મા કોઈ રસોડામાં; હું મારે એકલી બધું કરી નાખીશ. મારે તમારુંં યે ( મણિલાલનું ) કામ નથી.”

સૌ ઘરમાં ચૂપાચૂપ બેસી રહ્યાં.