“ઘરમાં છે કોઈ કાળજી રાખનાર ? રોજ એને દવાખાને લઈ જવી જોઈએ; આ દાક્તર નહિ તો બીજાને બતાવવી જોઇએ; અહીં નહિ તો બીજે ગામ જવુ જોઇએ. પણ ચંદનની ક્યાં કોઈને પડી છે?”
મારા મનમાં ચંદન માટે દુઃખ થતું હતું, તેમાં તેની બાએ વધારો કર્યો. ચંદન પણ અસ્વસ્થ હતી; તેમાં આ શબ્દોએ અસ્વસ્થતા અને ગડબડ વધાર્યા સિવાય બીજી શું કર્યું હશે ?
બરફ આવ્યો ને મેં તે ચંદનને માથે મૂક્યો ચંદનને કંઈક ઠીક લાગતું હતું; તાવ જરા ઓછો થતો જતો હતો.
એટલામાં દાક્તર કાકા આવ્યા.
“કેમ, ચંદનને વળી પાછો તાવ આવ્યો કે? કેટલો છે ?”
“તમે ઉતારો ત્યારે ના ? અત્યારે સાડાત્રણ છે.”
“તમારે દવા જ ક્યાં કરવી છે ? પાણીના ડૂવા આપો છો; પણ એમ છે, કે કંઇક સારી દવા આપીએ તો ફરી તાવ આવે જ નહિ ?” ચંદનની બા દાક્તર પર ઊતરી પડ્યાં.
દાક્તર જાણે કે ઘરના જેવા હતા; ઘણા ધીરજવાળા હતા. જાણે કે કશું સાંભળતા ન હોય તેમ તે બોલ્યા : “આજની ચંદનની દવા લાવો જોઇએ ? કેટલા ટંક પીધી છે?”
હું શીશી લેવા ઊઠ્યો. પણ શીશી લાવું તે પહેલાં જ ચંદનની બા એટલી: “દવા પીધી છે જ કોણે ? છોકરી પણ