લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
મા બાપ થવું આકરું છે
 

“પણ એમ તો બધું ઠરીને સાવ ઠીકરું થઈ જાય, એનુ શું ?”

છનો કહે : “પણ મને ક્યાં કોઇ દિવસ ઊનું ભાવે છે?”

“જુઓ. સાંભલો છો ને ? કેવા બરબરિયાં કરે છે! હવે તો બેને બદલે ચાર સોટી મારો.”

: ૩:

માએ છોકરાની દેખતાં ફરિયાદ ન કરી હોત તો ચાલી શકત. પોતાની સામેની ફરિયાદો ને ઠપકાઓ સાંભળી બાળક નીંભરું નથી થતું? ઑફિસમાંથી થાક્યા-પાક્યા આવનાર છોકરાના બાપને જરા મોડી ફરિયાદ કરી હોત તે સારું નહોતું ? નીંભરો થઇ ગયેલો છોકરો બે સોટી ખવરાવવાથી કાંઈ થોડોક ઠેકાણે આવી જવાનો ? છોકરા માટે ખાવાનું ઢાંકીને બા રસોડામાંથી નીકળી ગઈ હોત તો ન ચાલી શકત ? અને પાછળથી બાળકને પાસે બેસાડી વહાલથી ‘આપણો ખાવાનો વખત તો ફલાણો ફલાણો છે.’ ‘કોઇ મોડું ઓવ્યા કરે તો પછી ખાવાનું આખો દિવસ ચાલ્યા કરે અને બીજું કામ જ ન થાય.’ એમ બાળકને સમજાવી ન શકાત ? અંગ્રેજીમાં કહેવત છે કે એક ઔંસની સમજાવટ એક શેર મારની બરાબર છે.