લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
મા બાપ થવું આકરું છે
 

માટે તેમ થયું. કોઇ કોઈ બાળક આવે વખતે એમ પણ માને છે કે બાનું કહેવું ન માન્યું માટે પડ્યું. પણ આ માન્યતા લાંબો વખત ન ટકી શકે. કદાચ ટકે તો બાળકમાં કાર્યકારણને ખોટી રીતે જોડવાની પદ્ધતિ ઊભી થાય; માબાપનું ન માનવાથી કંઈક નુકસાન થાય જ એવો વહેમ પેસે અને વહેમ એટલે બુદ્ધિનો અંધકાર !

બાળકોને આપણે ખોટી રીતે સમજાવવાં નહિ જોઇએ. એમ કરવાથી તેમનામાં અશ્રદ્ધા ને અનાજ્ઞાંકિતપણું આપણે જ દાખલ કરીએ છીએ. જ્યાં બાળકના ખરેખરા સંરક્ષણ માટે યોગ્ય રુકાવટ કરવાની અતિ આવશ્યકતા લાગે ત્યાં જ ‘ના’ પાડીએ. અને ના પાડી સીધી રુકાવટ સાથે બાળક સમજી શકે ત્યાં સુધી બારાબર સાચેસાચાં કારણો બાળકને આપીએ. છેક નાનાં બાળકો પણ ધીરેથી તેઓ સમજે તેવાં કારણો આપીએ તો સમજી શકે છે.

છોકરે માનું કહ્યું ન માન્યું માટે મરી ગયો એવું આપણા લોક-કેળવણીકારો આવી જાતની વાર્તાઓ દ્વારા બતાવે છે. આફ્રિકાના લોક-કેળવણીકારો ઉક્ત વાર્તા દ્વારા માને એવું શિક્ષણ આપતા દેખાય છે કે માએ એવી રીતે ‘ના’ પાડીને બાળકને જ્યાંત્યાં જતું રોકવુ નહિ!