છોકરી દાળશાક વઘારવા માગે. બા કહેશે : “દાઝી
જઈશ.” છોકરી કહેશે : ચોખા સમા કરવા આપો.”
બા કહેશે : “ઢોળી નાખીશ; આવડે નહિ.”
આમ ને આમ કહીને આપણે બાળકમાં તેની જાત પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ છીએ. બાળકો અમુક વખતે અમુક કામ શીખવા માગે છે. તે વખતનો તેમનો ઉત્સાહ જબ્બર હોય છે. નવું જાણવાની વૃત્તિ અંદરથી આવેલી હોવાથી દરેક કામમાં તેમને રસ પડે છે, ને તેથી તેઓ પોતાનું કામ પૂરેપૂરી એકાગ્રતાથી કરે છે. તે વખતે તેઓ જાતને સંભાળવાની કાળજી રાખી શકે છે; તે વખતે અમુક આમ થાય અને અમુક તેમ થાય એમ બતાવવામાં આવે છે તો તેઓ ભૂલ ન થાય માટે અસાધારણ ચિંતા રાખીને કામ બજાવે છે. તેમના વિકાસ માટે જોઈતી પ્રવૃત્તિ તેમને મળતી હોવાથી તેમના ચહેરા ઉપર આનંદ હોય છે; શરીરમાં ચેતન હોય છે. પ્રત્યેક પળે તેએ જેમ જેમ કામ કરતાં જાય છે, તેમ કામ કરવાની તેમની શક્તિમાં વિશ્વાસ વધતો જાય છે. એ વધેલા વિશ્વાસને લીધે આપણને તે કહે છે : “કરી શકીશ; મને કરવા દ્યો. મને આવડે છે!” અને જો કરવા નથી દેતાં તા ઘણી વાર કજિયા કરે છે, ને માર પણ ખાય છે.
પણ વારંવાર ના પાડવાથી અને નહિ થાય એમ કહેવાથી બાળક પેાતાની જાતમાં વિશ્વાસ ખોઈ બેસે છે. પછીથી પોતે કામ કરતાં જ ડરે છે. કામ કરવા જતાં માબાપનું વચન તેને સાંભરે છે ને તે મૂકી દે છે. પોતે એમ જ માને છે કે ચોક્કસ પોતાથી નહિ થાય. તેને જો કોઈ કહે છે : “પાટલો લાવ ને ?” તો તે ના પાડે છે. પરાણે ઊપડાવે છે તા પાટલો પડી જાય છે. ત્યારે રડે છે. કારણ પૂછતાં