લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અપાવી દે
૪૯
 

ચંદ્રા કહે : “અં અં !અમારે ચીતર કાઢવાં છે. બે’ન ચીતર કાઢે તો અમે ય કાઢશું, અમને પેટી અપાવી દે.”

બા કહે : “બાપુ કનુ ! આને જરા પેટી ને પીંંછી આપ ને ? એને ચીતર કાઢવાનું મન થયું છે.”

કનુ કહે : “પણ તો પેટી બગાડશે અને એને ચીતર કાઢતાં ક્યાં આવડે છે ? કહે તો અહીં બેસારું ને ચીતર દેખાડું.”

બા કહે : “બેન ! ઘડીક વાર આપ ને ? એનો કજિયો ઓલાય !”

કનુએ કણસતે મોંએ પેટી ને પીંછી આપ્યાં.

ચંદ્રા કહે : “કાં, નો’તાં આપવાં ને ? બાને કહીને લીધાં ને ?”

નાનાં બાળકો મોટાં બાળકો પાસેથી જ્યારે કાંઇ લેવું હોય ત્યારે બાનું શરણું શોધે છે. બા નાના બાળકનો પક્ષ કરે છે. કાં તો બાળક નાનું છે એટલે વધારે વહાલું લાગે છે; કાં તો નાનું બાળક રડે તે બાથી સાંખી શકાતું નથી; કાં તો એનો કજિયો ઓલવવા માટે; કાં તો એને માગ માગ કરતું પોતાની પાસેથી કાઢવા માટે; કાં તો નાનું બાળક રાજ રાજી જ રહેવું જોઇએ મોટાં જરા ભલે સહન કરે પણ નાનાની માગણી કે ઇચ્છા સાચવી લેવી જોઇએ, એમ બા માનતી હોવાથી. આમ જુદાં જુદાં કારણે આ નાના ખાળકને હમેશાં અપાવી દે છે. કોઈ બા મોટા બાળકને હુકમ કરીને, વખતે તેના પર જુલમ કરીને, વખતે તેને મારીને પણ નાના બાળકને અપાવે છે જ્યારે કોઇ બા મોટા