સમજાવી પણ શકાય છે. એમ નહિ તો ફળદાયી જુલમ પણ શક્ય છે. આથી ‘અપાવી દેવા’ના લોભમાં પડી આપણે માગનાર બાળક માટે ખરો રસ્તો કાઢવાનું પસંદ કરતાં નથી, તેનો શ્રમ લેતાં નથી. પરંતુ એમ કરવામાં નાનું બાળક બે ઘડી રાજી થઈ આપણા પર પ્રસન્ન થાય છે, તે જ વખતે મોટું બાળક આપણા પરથી વિશ્વાસ અને પ્રેમ બંને ખુએ છે. ‘અપાવી દેવા’ની આપણામાં શક્તિ છે તે વાપરવામાં શાહીપણું છે જ્યારે તેનો રસ્તો કાઢવામાં શાણપણ છે.
છતાં ઘણી વાર એવા નાજુક પ્રસંગો આવી પડે છે કે જ્યારે ન તો આપણને નાના બાળકની માગણી નામંજૂર કરવાનું યોગ્ય લાગે, ન તો મોટા પાસેથી લઇ લેવું ન્યાયભર્યું લાગે, અને છતાં આપણે એ પરિણામ તો ઇચ્છીએ કે બંનેનું મન રાજી રહેઃ બંનેની ઈચ્છા તૃપ્ત થાય આપણે એવે વખતે તેમને સહકાર કરવાની યુક્તિ બતાવવી જોઇએ. બેમાંથી એકેયને એવી છાપ ન પડવી જોઈએ કે મને અપાવી દીધું કે મારા પાસેથી લઈ લીધું; અને છતાં બંનેના મનનું સમાધાન થવું જોઇએ. આ કામ કાં તો બંનેને ત્રીજે જ માર્ગે વળવાથી થાય, અથવા બંને જણને એ જ કામમાં નવી પ્રવૃત્તિ આપવાથી થાય.
આપણે મોટા છીએ તેથી અપાવી દઇ શકીએ છીએ, ગમે તેવો ન્યાય આપી શકીએ છીએ, એવો ખ્યાલ બાળકોમાં પેસવા દેવા કરતાં આપણું ન ચાલે ત્યાં “જાઓ, તમે ઠીક પડે તેમ કરો; હું કશું કહીશ નહિ.” એમ કહેવું વધુ સારું છે. પછી બંને ભલે લડી લડીને કોણે લેવું ન લેવું તે નક્કી કરે ! એમાં સાક્ ન્યાય નહિ થાય, છતાં આપણા