લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૧૭]
વહેમનું શિક્ષણ
 

ઘરને ખોરડે હોલું ઘૂઘવે છે.

બા કહેશે : “સાંભળ્યું કે, ખોરડે હોલું બોલે છે. રોજ ખોરડે હોલું બોલે તે નહિ સારું.”

બાપા પથ્થર મારીને હોલું ઉડાડે છે. નાનું છોકરું જોઈ રહે છે.

ગામમાંથી બાપા આવીને કહે છે : “ધરમધક્કો થયો. હું જાણતો જ હતો કે કાંઇ વળશે નહિ; સામી વિધવા મળી હતી.”

રાત પડી; ચીખરી ચખચમી. બા કહે : “અરરર ! ચીખરી તો કોણ જાણે કેવી યે બોલે છે. કાલ કોણ જાણે કેવી યે પડશે. ચીબરી રોજ વાંસે લાગી છે!”

પાડોશણ કૃતરાં હાંકતી કહે છે : “આ જો ને કૂતરાં! કાંઈ રોવે છે. કાંઈક માઠું થવા બેઠું છે.”

ફઈબા કહે છે : “આજે તો તાવડી હસી; હમણાં મહેમાન આવશે.”

સાંજે વાળુ કરી શેરીમાં બૈરાં એકઠાં થયાં છે. નિતનવાં ગપ્પાં મારે છે. “ના, બા ! ઇ વડાનાં કૂંડાળાં કર્યાં હોય એમાં છોકરાંને પગ ન મૂકવા દ્ઈએ.” “આ મારું ઘર કોણ જાણે કેવું યે છે! કોઇને શરીરે સજાપો જ ન રહે.” “હનુડીની નજર બહુ કડવી. આજ દૂધપાક ખાતી હતી ત્યાં તો ઓચિંતેથી આવી. કહે : ‘બાપુ! દૂધપાક બહુ સારો