લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂખલપણું
૬૭
 

વખતે બીકણ થઈને નાસી જવાને બદલે, અથવા ભયને શરણે જઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.


[ ૧૯ ]
ભૂખલપણું
 

બાલમંદિરમાં મારા પરિચયમાં ઘણાં બાળકો આવી ગયાં. કેટલાંએક મેં એવાં જોયાં કે જેમને નાસ્તો ખાવાની ગરજ જ ન હોય; આપણે તેમને બોલાવીએ તોપણ આવવાની પરવા નહિ. તેઓ એ વર્ગમાંનાં તો નથી જ કે જે જુદાં જુદાં કારણોથી, જેવાં કે અપરિચય કે અજ્ઞાનજનિત બીક કે ધ્યાન વખતે થતા અંધારાનો અણગમો વગેરેથી જમવાના ઓરડામાં આવવાનું પસંદ ન કરતાં હોય. તેઓ છેક પેટનાં માંદાં બાળકો માંહેનાં પણ નથી. માંદગી શરૂ થવાની હોય તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે નહિ ખાનારાં બાળકો પણ આ નથી. તેઓ એ વર્ગનાં બાળકો પણ નથી કે જેમને ઘેરથી કહેવામાં આવ્યું હોય કે અભડાઇ જવાય માટે અથવા ઉધરસ થાય માટે ખાઇશ નહિ.

આવાં બેપરવા બાળકો ઘણાં થોડાં જોવામાં આવે છે; છતાં તેનો એક ચોક્કસ વર્ગ તો લાગે જ છે. એ વર્ગને ખાવાની તૃષ્ણા નથી માટે જ તે ખાતો નથી. તેને મન પોતાનુ પેટ ભરેલું છે તે ધારે છે કે ઘેરથી ખાઇને આવેલ છું; ઘેર જઈને નાસ્તો ખાવાનો છે; આમાં શું છે ? આ