લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
મા બાપ થવું આકરું છે
 

વર્ગમાં કેવળ શ્રીમંતનાં બાળકો જ છે એમ નથી; ગરીબનાં બાળકો પણ છે.

બાળકોનો એક બીજો વર્ગ સાવ એટલો બધો બેપરવા નથી. તે જમવાને વખતે હાજર થાય છે. મંત્ર બોલાય છે તે વખતે જ ખાય છે. આજે નવું ખાવાનું શું છે તે રકાબી ઉપાડીને જોઈ લીધા પછી તેનું ધ્યાન ખાવામાં નથી રહેતું. આ બાળકો ઓરડામાં ચાલતી કસરત, વાતો, વાર્તા, આદર્શવાચન, વગેરેમાં લક્ષપૂર્વક રસ લે છે. તેમને બીજી રમતો કે કામ ગમી ગયું હોય છે તો તેઓ ખાવામાં મોડાં પણ થાય છે; વખતે ખાવામાંથી રહી જવાય કે ખાવાનું ન મળે તો તેઓ બેફિકર રહે છે. મોડાં થવાની બીક રમત કે કામ ઝટપટ પતાવતાં નથી. વખતસર હાજર થવાય તો ઠીક છે; ખાવાનું ખાધું તો યે ઠીક ને રહી ગયું તો યે ઠીક.

વળી એક વર્ગ એવો પણ છે કે જેને ભૂખ લાગે છે; ખાવાનું ભાવે છે. વખત થાય છે ત્યારે ખાવાનું સાંભરે છે, ને સાધારણ રીતે ખાવાનો વખત ન ચૂકવો તેવી નેમ ધરાવે છે. આ વર્ગ વખત થતાં હાથમોં ધોઇને બારણા પર હાજર થાય છે. શું પીરસાયું છે તે જાણ્યા પછી ખાવાનુંં મળવાનું તો છે જ એવી ખાતરી હોવાથી ચાલતી રમતગમતો ને વાતચીતોમાં ધ્યાન રાખે છે અથવા તે ન ગમે તો વાતચીત કે ગડબડ કરે છે. તેઓ વધારે પીરસાય છે તો ખુશીથી લે છે; વાદે વાદે વધારે પણ લે છે. કોઈ ‘અમને’ એમ બોલે છે તો આ વર્ગ ‘અમને, અમને’ એમ પણ બોલે છે. પરંતુ તેમને જે દિવસે ‘ખાવાની રજા’ હોય છે તે દિવસે આઘાત પહોંચતો નથી. તેઓ ખાવાનો વખત થયો કે નહિ તેની પૂછપરછ નથી કરતાં. શું આવ્યું છે તે જાણવાની ખાસ કાળજી પણ નથી