લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
મા બાપ થવું આકરું છે
 

ભૂખની આંખથી જોઈ રહ્યા હતા; કોઈની નજર ન હોય તો ઉઠાવી લેવાની તૈયારીમાં હતા એટલામાં મારી નજર પડી ને ભાઇ ખસીને ચાલ્યા ગયા !

આ અતૃપ્ત મંડળી જ્યારે મારા ઓરડામાં પીરસવાનું કામ કરે છે ત્યારે તેઓ ઝટઝટ પીરસે છે, વ્યવસ્થા રાખી દેખાડે છે, છોકરાંઓને ઓરડામાં દાખલ કરવાનું કામ કરે છે, મારી સામે પ્રસન્ન દેખાય છે અને મને આજ્ઞાંકિત પણ દેખાય છે. આ બધું મને બેચેન બનાવે છે. આવી રીતે પીરસી–કરાવીને તેઓ ખાવાની ઇચ્છા તૃપ્ત કરે છે; અર્થાત્‌ ઘરમાં ભૂખ્યા રહે છે તેનો બદલો આવી રીતે મેળવી લઈને કંઇક રાજી થાય છે. એ જોતાં મનને દુઃખ થાય છે. એટલા જ માટે તેઓ પીરસવા દોડે, એમાં પ્રસન્ન રહે, મારું કહ્યું માને, અને કેળવણીની દૃષ્ટિએ અર્થાત્‌ આંતર કારણે તેઓ પીરસવું, ગોઠવવું, હાથ જોવા, બેસારવું વગેરે ન કરે- અંતરના વિકાસ માટે ન કરે પણ ખાવાની ચીજોની નજીક રહેવા માટે કરે, એમાં કેળવણી નથી, એમાં પ્રગતિ નથી; એમાં બધી જાતની હાનિ છે !

આપણે આપણાં બાળકોને ભૂખે મારવા નથી જ માગતા. કોઇની તેવી ઈચ્છા દુષ્ટ જ ગણાય. પરંતુ આપણે તેમને ઘણાં જુદાં જુદાં કારણોથી ‘ધરાઈને’ ‘રાજી થાય તેમ’ ‘હાશ ખાધું’ ‘પેટપૂરું’ ખાવા દેતા નથી એ વાત ખોટી નથી. આપણે તેને પેટપૂરું ખાવા નથી આપતાં તેને લીધે જો બાળકમાં ‘ભૂખલપણું’ આવે તો શી નવાઇ?

ખરી રીતે બાળક ‘ભૂખલ’ જન્મતું નથી. દરેક બાળકને ભૂખ લાગે છે; ભૂખ લાગે ત્યારે તેને ખાવું જ જોઈએ; ભૂખ ખાવા માટે જ લાગે છે. પરંતુ જો ભૂખને, સાચી ભૂખને