લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાકી ઘરમાં બોલાવે છે
૭૫
 

મને વારંવાર મારી કાકી ઉપર રોષ આવે છે. એક બદામની પૂરીના ટુકડા માટે મને ચોર જેમ છૂપો રાખી ખવરાવવું? મારા મિત્રને એમાંથી ટુકડો આપવાની ના પાડવી ? મારા મિત્રને બીજો ટુકડો આપ્યો હોત તો શી ખોટ આવી જાત?

વર્ષો પછી ગયા અઠવાડિયામાં હું એક મારા સંબંધીને ત્યાં ગયો હતો. બરાબર એવો જ બનાવ બન્યો. મારા મિત્રની સ્ત્રીએ પોતાની નાની છોકરીને કહ્યું : “રઘુને અહીં બોલાવ. આ શરબત પી જાય. જો, એમ કહેજે કે ફોઈ તને શાક સુધારવા બોલાવે છે.” રઘુ શાક સુધારવા આવ્યોને છૂપીથી શરબત પીને ગયો. રઘુ છેક નાનો છે; હજી વિચાર કરી શકે એવો નથી. પણ ફોઈ તો પચાસ ને પાંચ વર્ષનાં છે. તે જૂઠું બોલ્યાં અને જૂઠું કર્યું, તથા રઘુ પાસે કરાવ્યું !

મને થયું : “ચાળીશ વર્ષો વીતી ગયાં છે છતાં હજી એની એ જ સ્થિતિ છે. જેવાં કાકી હતાં એવાં જ ફોઈ છે !”

અને મને વિચાર આવવ્યો : “વર્ષો પછી પણ એમ જ રહેશે. કાકીની અને ફોઈની શાળાઓ ચાલુ જ છે; અને એ નિશાળે રઘુ અને ચંપા શીખ્યા જ કરે છે ભલેને નિશાળમાં સાચું બોલવું ને સાચું કરવાના પાઠો ભણાવવામાં આવે? ભલે ને શિક્ષક સુધ્ધાં પ્રભાવશાળી અને શીલવાન હોય? પણ એનું શિક્ષણ નકામું જવાનું. કાકી અને ફોઈ, કાકા અને મોટાભાઈ, માશી અને મામા, સહુ નાનાં બાળકોને જ્યાં સુધી આમ છુપાઈને મિત્રને છોડીને ખાવાનું તેમ જ ખવરાવવાનું શિક્ષણ આપે છે ત્યાં સુધી નૈતિક શિક્ષણના,