લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
મા બાપ થવું આકરું છે
 

ધાર્મિક જીવનના, સત્ય વિચાર અને આચારના ઉપદેશો નિરર્થક છે!”

મને કહેવાનું મન થાય છે : “ઓ માતાઓ અને પિતાઓ ! ઓ દાદીઓ અને કાકીઓ ! ક્યાં સુધી તમે તમારાં બાળકોને જૂઠાણું શીખવsho? એ જૂઠાણાના પાપમાંથી તમે કયે ભવે છૂટશો ? જૂઠાણું અને છળ કરી-કરાવી તમે બાળકો અને ભાવિ પ્રજાના આત્માને ક્યાં સુધી કાળો કરશો ?”


[ ૨૧ ]
શામજીભાઇને ઘેર
 


થાળીઓ નખાઈ, પાટલા મુકાયા, પાણીના લોટા ભરાયા અને કહેવામાં આવ્યું : “ચાલો જમવાનો વખત થયો.”

શામજીભાઈને ત્યાં આજે ચંપા અને તેની બા મહેમાન હતાં.

શામજીભાઈ અને શાંતાબેનને ત્રણ બાળકો હતાં: એક છોકરો ને બે છોકરીઓ.

શામજીભાઇએ ઇશારેથી પોતાનાં ત્રણ બાળકોને પાટલા પર બેસવા કહ્યું. તેઓની પાસે ચોથો પાટલો ચંપાનો હતો.

ચંપા કહે : “બા ! હું તો તારી પાસે જ બેસું; ત્યાં નહિ બેસું.”

ચંપાની બા, શાંતાબેન, ગૌરી વગેરે મોટાંના પાટલા એક બાજુએ હતા અને બાળકોની મંડળી જુદી હતી.