લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શામજીભાઈને ઘેર
૭૭
 

ચંપાની બાએ કહ્યું : “ચંપા ! ત્યાં સૌની સાથે બેસીએ. જો, આ ભાઈ–બહેનો કેવા બેઠાં છે ? તારો પાટલો ત્યાં જ છે.”

“ના. એં...હું તારી પાસે જ બેસીશ ! તારી પાસે; એં.....તારી પાસે !”

“મારી પાસે જગા નથી; ત્યાં જ બેસવું પડે.”

“ના. પેલો પાટલો છે ત્યાં હું બેસીશ.” ચંપાએ હઠ લીધી.

એ પાટલો ગૌરીબેનનો હતો. શામજીભાઈએ તોડ કાઢ્યો : “ચંપાબેન! ત્યારે તમે તમારી બા પાસે બેસો. ગૌરીબેન ! તમે ચંપાની જગાએ આવો ને?”

જગા બદલાઈ. ચંપાની બાના મનમાં સારું ન લાગ્યું. ચંપા સામે તેણે નારાજીથી જોયું. પણ નારાજી દબાવી. તેના મનમાં થયું : “આ ટેવ સારી નહિ.”

પિરસાવા માંડ્યું. ચંપા કહે : “બા ! તું પડિયો થોભી રાખ.” “બા ! આ શાક સરખું કરી દે.” “ બા ! આ પૂરી સરખી ગોઠવી દે.” “બા જોને, રાઈતાનો રેલો ચાલ્યો, બધું લૂછી દે ”

બા કહે : “ચંપા ! જો, પેલાં બાળકો કેવાં પોતાની મેળે કરે છે? તું પણ કરી શકે. તું તો પેલી દેવીથી અને રમુથી જરાક મોટી છે!”

ચંપા કહે: “તે તું કરી દે ને? તને કરતાં ક્યાં નથી આવડતું? રોજ તો કરી જ દે છે.”

ચંપાની બા શું બોલે ? પણ મનમાં થયુ : “ચંપામાં આવી ટેવો ન જોઇએ. મારે તેનો ઉપાય લેવો જોઈએ. મારા