લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શામજીભાઈને ઘેર
૭૯
 

ચંપાની બા કંઈ બોલ્યાં નહિ ને ચંપાએ શાક બાની થાળીમાં નાખ્યું.

ચંપાની બા મૂંઝાતાં હતાં. શામજીભાઈનાં છોકરાં સુંદર રીતે ખાતાં હતાં, ન ભાવે તેને અડતાં ન હતાં, અને અંદર અંદર વાત કરતાં હતાં.

શામજીભાઈ, શાંતાબેન અને ગૌરી વાતો કરતાં હતાં; ચંપાની બા પણ તેમાં ભાગ લેતાં હતાં.

ચંપા કહે : “બા | મારી વાત તો સાંભળ ? તું મારી વાત તો સાંભળતી જ નથી !”

ચંપાની બાએ ધ્યાન ન આપ્યું એટલે તો ચંપાએ એઠા હાથ બાને લગાડી કહ્યું: “મારી વાત સાંભળવી છે કે નહિ?”

ચંપાની બા જરા ખસિયાણી પડી. તેને થયું : “આ છોકરી તે કેવી થઈ છે !”

શામજીભાઈ ચતુર હતા. તેમણે છોકરાંઓ સાથે વાત માંડી ને ચંપાનું તે તરફ ધ્યાન ગયું એટલે બાની મુશ્કેલી ટળી.

ચંપાની બાને થયું: “આપણે કાં તો કોઇને ત્યાં જમવા ન જવું, ને કાંં તો ચંપાને સુધારવી.” વળી મનમાં ગણગણી: “પણ એમાં ચંપાના શો વાંક છે ? જેમ ઘરમાં મારી પાસે અને એના બાપા પાસે રોજ જમતી વખતે કરે છે, તેમ અહીં પણ કરે છે. જેવી ટેવ પડી છે તેવી દેખાય છે. હવે હું કંટાળુ કે આંખ કાઢું તેમાં શું વળે ?”

ચંપાએ જમતાં જમતાં બે હાથ એંઠા કરી નાખ્યા હતા; દાળના છાંટા જ્યાં ત્યાં પડ્યા હતા; હાથનું ઠેબું આવ્યું