લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
મા બાપ થવું આકરું છે
 

હતું તે એક વાર તો પડિયો જ ઢળી ગયો હતો, ને થાળી આખી ગંદી ગંદી થઈ હતી ! મોઢું પણ ઠીક ઠીક બગડ્યું હતું.

ચંપાની બા તો પેલાં છોકરાં સામે જુએ ને ચંપા સામે જુએ.

જમીને ઊઠ્યાં. બીજાં છોકરાં નળે ગયાં; હાથ ધોયા, મોં ધોયું, કોગળા કર્યા ને હાથ લૂછ્યા.

ચંપા તો કહે : “એ બા હાથ ધોવરાવને ?” અને પછી રૂમાલ હાજર હતો છતાં પોતાના પોલકે ઝટ દઈને હાથ લૂછી નાખ્યા.

શામજીભાઈ આ બધું જોતા હતા. બોલવે ઠાવકા હતા; ચંપાની બની મૂંઝવણ પણ સમજતા હતા. એ એના મામાની દીકરી થતી હતી.

જમ્યા પછી સૌને માટે પાન-સોપારી આવ્યાં. ચંપાએ મૂઠો ભરી ધાણા ઉપાડ્યા, ને બે પાનનો ડૂચો માર્યો; પણ પછી ડચૂરો વળ્યો ને ચંપાની આંખો ને ગાલ લાલ લાલ થઇ ગયાં.

ચંપાની બાને આજે વધારે બેસવું ગમતું ન હતું. તેણે ઝટઝટ શામજીભાઈની રજા માગી, ને ઘેર જવાની તૈયારી કરી.

શામજીભાઈ કહે : “બેસ બેસ ! આ ચંપલી બહુ કવરાવતી લાગે છે, ખરું?”

ચંપાની બાની આંખમાં આંસુ આવ્યાં.

શામજીભાઇએ કહ્યું : “જો બેન ! એ તો બાળકોને નાનપણથી વ્યવસ્થિત થવાનો રસ્તો બતાવીએ અને પહેલેથી આ આમ થાય, આ તેમ થાય, આમ બેસાય, આમ ખવાય,