પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૯૫
 


પણ આપણે તો આવું માની બેઠાં છીએ કે છોકરાં તો વાડે જ વધે. તેમનાં લૂગડાં મેલાં ને ગંદાં જ હોય, તેમનાં ગોડદાં ગંધાતાં ને મૂતરવાળાં જ હોય; તેમણે વળી દાતણ શું કરવું ? અને તેઓ નાહવામાં પણ શું સમજે ? તેમને વાળ ઓળવાનું કે નવરાવીને ચાંદલો કરવાનું કામ તો આપણે અઠવાડિયે પખવાડિયે ફુરસદ આવે ત્યારે વાર પૂછીને કરીએ છીએ. જો આવું ખરેખર હોય તો ભારે મોટો ગુન્હો કર્યા બરાબર છે. આપણે દરરોજ ઘરનાં વાસણ માંજીએ, બેડાં ઊટકીએ, સંજવારી કાઢીએ, વસ્તુઓ કે ફરનીચરને ઝાપટી સાફ કરીએ, કબાટો ને પટારા ઝાટકીને ધૂળ ઉડાડી દઈએ, ગોળા પણ સાફ કરીએ, એ બધું કરીએ; પણ બાળકો તો ગમે તેવાં અસ્વચ્છ જ આથડ્યા કરે. તેમની દરકાર શી ? તમે ઘરનું રાચરચીલું બધું સાફ રાખો અને બાળકને ગંદું મેલું રાખો એમાં તમને કાંઈ લાગતું જ નથી ? જ્યારે ઘરની નિર્જીવ વસ્તુને તમે સાફસૂફ રાખો છો, ત્યારે તમારા ઘરની જીવતી જાગતી વસ્તુ મેલી ને ગંદી ફરે છે તેનો ખ્યાલ છે ? બાળકો ગંદાં રહે અને ઘરની વસ્તુ ઠીક ઠાવકી રાખીએ એમાં ખૂબી શી ? અમારાં બાલમંદિરોમાં જે બાળકો શરીરે ઓઘરાળાવાળાં આવે, જેમના નખ વધીને તેમાં મેલ ભરાયા હોય, જેમને માથે વાળનાં ઝટિયાં હોય, જેમનાં આંખ, કાન, નાકમાં ચીપડાં અને મેલ હોય, તેવાં બાળકો ઉપરથી અમે તેમનાં માબાપોની કિંમત કરીએ છીએ. જે સ્ત્રીઓ પંડે ટાપટીપ કરીને ચાલી જતી હોય, પણ પછવાડે જેમનાં છોકરાં મેલાં, ગંદાં, છેડો ઝાલીને ચાલતાં દેખાય તેવી સ્ત્રીઓ કેવી લાગે ?

છોકરાં તો રખડુ જ હોય, ધૂળમાં રમનારા જ હોય, ગંદાં જ હોય, હાથ લૂગડાં બગાડી નાખે એવાં જ હોય, એમ માનીને