પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
માબાપોને
 

કરતાં હોય અથવા પોતાનાં શરીરને મોટી ઈજા થઈ જાય તેવી રમત ન રમતાં હોય, તો પછી ગમે તે મનગમતી રમત રમે તેમાં આડે અવાય નહિ.

: ૨ :

મારી બીજી સૂચના એ છે કે બાળકોને ગમે તેવા શિક્ષકોના હાથ તળે મૂકી દેવાં નહિ. નાનાં બાળકોને ટ્યૂશનની જરૂર નથી, છતાં ટયૂશન આપવાની ઇચ્છાને રોકી શકાય નહિ તો જે શિક્ષક બાળકના શિક્ષણમાં કંઈક સમજતો હોય, તેને જ રાખવો. તે શિક્ષકમાં આટલા ગુણ તો હોવી જ જોઈએ :

૧. ચાકરમાં જેટલા ગુણો જોઈએ તેટલા બધાય ગુણો.
૨. બાળકને જે શીખવવું હોય તે ફરજિયાત રૂપે નહિ પણ મરજિયાત રૂપે શીખવવાની વૃત્તિ.
૩. ખુશામતિયો નહિ પણ ધીરજવાળો સ્વભાવ.
૪. શેઠને ખુશી કરવા માટે નહિ પણ બાળકને ખુશી રાખવા બાળકનો વિકાસ કરવા તેને રોકવામાં આવેલો છે, તેવો વિચાર.
૫. બાળકને પોતાનાથી લાભ ન થતો હોય તો નોકરી છોડી દેવાની ઇચ્છા.

સામાન્ય રીતે આવા ગુણવાળા શિક્ષકો ભાગ્યે જ મળી આવે છે. આથી જ શિક્ષકો વિના બાળકોને શીખવા દેવાં એ સલાહભરેલું છે. એમ કરતાં બાળકો ઓછું શીખશે તોપણ ફિકર નહિ, કારણ કે તેના વિકાસનો – તેનો આત્માનો તો નાશ થશે જ નહિ.

: ૩ :

નાનાં બાળકો પોતાની મેળે જ પોતાની ઉંમરના પ્રમાણમાં