પૃષ્ઠ:Mabapone.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક-મહિમા
૧૫
 

બાળક કુળનો દીવો છે.

શિક્ષક થવું હોય તો બાળકોને જ અનુસરો. માનસશાસ્ત્રી બનવું હોય તો બાળકને જ વિલોકો. જીવનશાસ્ત્રના અને માનસશાસ્ત્રના સિદ્ધાંતો તો બાળક પળેપળ કહી રહ્યું છે. તત્ત્વશાસ્ત્રીઓ પણ બાળકમાં બ્રહ્માંડ ભાળી શકે છે.

બાળક પોતાની ઝીણી આંખોથી આપણા તરફ જુએ છે ત્યારે તે શું જોતું હશે ?

એની આંખનું તેજ આપણામાં ઉજાસ કાં નહિ ભરતું હોય ?

બાળક પાસે અરધો જ કલાક રહો અને તદ્દન તાજા થઈ જશો. કેમ જાણે બાળક આરામનો ‘બાગ’ હોય !