પૃષ્ઠ:Mabapone.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
માબાપોને
 


બાળક તો બધું કરી શકે. નાનાં નાનાં વાસણો ઊટકી શકે; નાની સાવરણીએ વાસીદુ વાળી શકે; નાની બહેનને હીંચકો પણ નાખી શકે.

પણ આપણને એ ક્યાં સૂઝ્યું જ છે ?

બાળકને યોગ્ય સ્થાન આપીએ તો પૃથ્વી ઉપર સ્વર્ગનું રાજ્ય સ્થપાય. ઘરમાં દેવો રમવા આવે. દેવોને મૃત્યુલોકમાં અવતરવું પડે.

સ્વર્ગ બાળકના સુખમાં છે.

સ્વર્ગ બાળકની તંદુરસ્તીમાં છે.

સ્વર્ગ બાળકની નિર્દોષ મસ્તીમાં છે.

સ્વર્ગ બાળકનાં ભોળાં ગાન ગુલતાનમાં છે.