પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ખેલદિલી અને વિનોદવૃત્તિ

વળી એમને રમતો નહી આવડતી અને રમતોનો શોખ પણ નહોતો છતાં જેને ખેલદિલી (સ્પૉર્ટ્સમેનશિપ) કહે છે તે એમનામાં પૂરેપૂરી હતી. કોઈનો દોષ જોવાની તો તેમને આદત જ ન હતી. બીજાના ગુણ જોવા અને એ ગુણ ગ્રહણ કરવા તેઓ હમેશાં તત્પર રહેતા. નકામા ટોળટપ્પા અથવા કૂથલીમાં તેઓ કદી પોતાની એક મિનિટ પણ બગડવા દેતા નહીં એ અર્થમાં એ ગંભીર પ્રકૃતિના કહેવાય પણ તેમનો સ્વભાવ એટલો વિનોદી હતો અને ગમે તેવા મહત્ત્વનાં કામ કરતી વખતે પણ તેમાં અનાયાસે, અને સહજ રીતે એ વિનોદ ભેળવી દેવાની તેમનામાં કળા હતી કે ભારે કામ ચાલતું હોય ત્યારે પણ જાણે વિનોદ ચાલતો હોય એવું આનંદ અને ઉત્સાહનું વાતાવરણ પોતાની આસપાસ તેઓ જમાવતા.

આશ્રમમાં શરૂઆતના દિવસોમાં અમારા ફળિયામાં કાકાસાહેબ, કિશોરલાલભાઈ, મહાદેવભાઈ, છગનલાલ ગાંધી, પંડિતજી ખરે અને મારું એમ અમારાં મકાન હારોહાર હતાં. ગમે તેટલું કામ હોય પણ અમારે ત્યાં સંગીત — શાસ્ત્રીય તેમ જ સાદુ — સાહિત્યચર્ચા, કળાવિવેચન અને વાર્તાવિનોદનું વાતાવરણ જામેલું રહેતું. અને તેમાં હાસ્યના હમેશાં જાણે કુવારા ઊડતા. જેણે બાપુજીને

૩૫