પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૨
ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં તાલીમ

એલએલ. બી.ના અભ્યાસ દરમ્યાન તેમણે ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં નોકરી કરી. તેમાં મળેલી તાલીમ તેમની ભવિષ્યની કારકિર્દીમાં બહુ ઉપયોગી થઈ પડી. છાપાંઓ તથા પુસ્તકોમાં જે ભાગ સરકારની દૃષ્ટિએ વાંધાભરેલો લાગવાનો સંભવ હોય તેના અંગ્રેજી તરજુમા કરી ઉપરી અધિકારી પાસે નિર્ણયને માટે મૂકવાનું તેમનું કામ હતું. વળી આવા અક્ષરશઃ તરજુમા ઉપરાંત આખા લેખન અને કેટલીક વાર આખા પુસ્તકનો સારાંશ તેમને અંગ્રેજીમાં આપવાનો આવતો. બાપુજીનો પત્રવ્યવહાર સંભાળવામાં તથા એમનાં સાપ્તાહિકો ચલાવવામાં મદદ કરવામાં, એક ભાષામાંથી બીજી ભાષામાં ઝડપથી છતાં ચોક્કસ અને સુંદર અનુવાદ કરવાની તેમની જે હથોટી હતી તથા લાંબા પત્રો અને લેખોમાંથી મુખ્ય મુખ્ય મુદ્દા તારવી કાઢી પ્રામાણિક રજૂઆત કરવાની તેમની જે ખૂબી હતી તેનો પાયો આ ઑફિસમાં તેમણે અઢી કે ત્રણ વર્ષ કામ કર્યું તે દરમ્યાન નંખાયો એમ આપણે જરૂર કહી શકીએ.

ઑફિસમાં બીજા માણસો આખો વખત કામમાં રોકાયેલા રહેતા ત્યારે મહાદેવ પોતાને હિસ્સે આવેલું કામ દોઢબે કલાકમાં પૂરું કરી નાખતા અને કોઈ કોઈ વાર

૫૪