પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થોડો વખત ખેલી લઈ મારી પાસે જ આવી રહો. શાળાને માટે કે બીજા કામને માટે નહીં પણ મારે પોતાને માટે મને તમારી જરૂર છે. તમે એક વર્ષ, છ માસ ખેલી લો તેટલો વખત હું ચલાવી લઈશ.”

લગભગ અડધો પોણો કલાક આ અમૃત હું પીધાં કરતો હતો એટલામાં લોકોની મેદની થવા લાગી અને અમારી ખાનગી વાત બંધ થઈ ગઈ. હાજરી તો હું ભરું છું અને આજે રાત્રે પાલગઢ સુધી તેમની સાથે પાછા જવાનો વિચાર છે. શંકરભાઈને* [૧]માટે ફળ—એમણે આટલી મમતા બતાવ્યા પછી એમની સાથે મોકલવામાં મને કંઈ ખોટું લાગતું નથી. આજે સવારે મેં એમને કહ્યું કે બૅંકર મારી સાથે ખૂબ ખિજાયા છે. એટલે પૂછ્યું : કેમ ભલા ? મેં જવાબ આપ્યો : મેં પરમ દિવસનો નિશ્ચય કર્યો તેથી. બાપુએ કહ્યું : ત્યારે એમનો ખિજવાટ ખમી લો. ખમી લીધે જ છૂટકો છે. એટલે મેં કહ્યું : એમનું કહેવું એવું છે કે તમે હૈદરાબાદ ન જતા હો અને અહીં જ રહેવાના હો તો તો બૅન્કના કરતાં હોમરૂલ લીગમાં તમને આવવા દેવામાં ગાંધીજીને શો વાંધો હોય ? એટલે મેં કહ્યું કે મારે બદલે ‘ઑરગેનાઈઝિંગ વર્ક’ કરનારો બીજો તમને મળી રહેશે. ત્યારે મને કહે કે “ના, બીજો તમારા જેવો ન મળે.” મારી સ્થિતિ કંઈક કફોડી છે. એ લોકો હું મારી જેટલી કિંમત કરું છું તેના કરતાં વિશેષ કિંમત કરે છે. એટલે બાપુજીએ ટૂંકમાં પતાવ્યું, “લોકો


  1. * મારા મોટાભાઈ જેઓ તે વખતે બીમાર હતા.
૮૧