એકાકી ઝૂઝવું પડે તેથી પ્રયાગ ન છેડાય ૧૯૩ તે એક પટાવાળા હાય તાપણ પેલાને પેાતાની દીકરી ન આપે. આ એમ બતાવે છે કે ન્યાતની વાત જ અસ્પૃશ્યતાથી જુદી વસ્તુ છે. આખેડકર એટલુ` કેમ નહી સમજતા હોય ? બાપુ કહે: તમે એની સાથે વાત કરેા, પત્રવ્યવહાર કરે અને સમજાવેા. સેાઆરીસ વડાદરામાં એને ઘર મળવાનાં ફાંફાં હતાં અને ક્રિસેસમાં પટાવાળાએ પણ એના હાથ નીચે કામ કરવા તૈયાર નહેાતા. સેમ્યુઅલ ોશીએ એને ઉતારા આપ્યા હતા ત્યારે મેં મળવાનેા પ્રયત્ન કરેલેા પણ નહેાતા મળી શકયો. પછી મેં એને કાગળે! લખેલા પણ જવાબ જ ન મળેલા. ગેાવાન લેાકેામાં આ વસ્તુ કેમ રહી છે તેનું કારણ એણે આપ્યું : કૅથિલક લેાકાએ બધા વર્ણોમાંથી ધર્માન્તર કરાવ્યાં છે જ્યારે પ્રોટેસ્ટટાને કેવળ અસ્પૃસ્યામાંથી જ ખ્રિસ્તી થનારા મળ્યા છે. કૅથલિક પાદરી તેઅિલ જેવા એવા આવ્યા હતા કે જે ઋષિનું જીવન ગાળતા, ભગવાં પહેરતા, જતેાઈ પહેરતા, એટલા જ હેતુથી કે બ્રાહ્મણ ક્ષત્રિયેાને પણ આમાં ખેંચી શકાય. દક્ષિણમાં તદ્દન જુદી જ પ્રથા છે એ હું જાણું છું, પણ ગાવા જેવી સ્થિતિ ખીજે કાંય નથી. ‘ આશ્રમ ’ના બાપુના આદર્શને પહેાંચી વળવાની આશ્રમીએની અશક્તિના દાખલા ઉપર બાપુના ઉદ્ગારેઃ આ તે! ધર્મપાલનની વાત છે. એકાકી ઝૂઝવું પડે તે એકાકી ઝૂઝવાનું છે. બધા ત્યાગ કરે તાપણું શું? આજે શી સ્થિતિ છે? માલવીયજીની સાથે પણ મતભેદ પ્રગટ કર્યો ના! બહેનની સાથે, ભાઈની સાથે પણ એ જ સ્થિતિ આણી મૂકી હતી ના? આ દાખલેા અન્યા, બીજો મને, ખતા ખાતા જ જઈ એ, તેથી કાંઈ અખતરા છેડાશે? અખતરા કરનાર ખાટા હો પણ તેથી અખતરા થાડા જ છેાડી શકાશે? પેલું કહ્યું છે તે કે મનુષ્યાળામ્ દ્વેષુ વૃશ્રિવ્ યતિ સિદ્ધયે । યતત્તામવિ. સિટ્ટાનામ્ ધિન માં વેત્તિ તત્ત્વતઃ || એ વળી સિદ્ધોને વિષે કહ્યું ત્યાં સાધકની તે! વાત જ શી કરવી? અને તત્ત્વત: માં વેત્તિ એટલે સત્યને જાણે. સત્યનું દર્શન કરતાં કરતાં તૂટી પડીએ અને અનેક અવતાર ભલેતે લેવા પડે પણ એ પ્રયત્ન છેડાય? હિમાલયમાં હજારા લાખા ઋષિમુનિનાં હાડકાં છે તેથી એ શ્વેત છે એને અર્થા પણ એ જ કે હારે। સાધકા અને સિદ્દો તપશ્ચર્યા કરી કરીને એમાં દન થઈ ગયા છે. અગિયારમા અધ્યાયમાં છોડમિસ્ટોક્ષયત્ ૩-૧૨
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૯૩
Appearance