પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
અસ્પૃશ્યતાનિવારણનું કામ શા સારુ ?


ઉપવાસથી લોકો ગભરાઈ જાય છે, ઊતરતી પંક્તિના માણસેથી ગભરાશે નહીં, અને એ ઉપવાસ કરતાં કરતાં મરતા જશે એટલે કે જાગ્રત થશે.

બાપુ કહે : એ પણ હું કહી શકું કે કયારે બીજાઓને ઉપવાસ કરવાનો સમય આવ્યે છે. - આજની ટપાલમાં બત્રીસ કાગળ. ઘણા વિલાયતના. ઘણા કાગળા અતિશય અગત્યના હતા. બહારના માણસે કેટલું આશ્વાસન શેાધે છે એના નમૂના : ત્રણ અંગ્રેજ છોકરીએ એ બાપુને પિતા તરીકે કેવળ આશ્વાસન મેળવવા માટે કાગળ લખેલા. એકને બાપુએ મારી વહાલી દીકરી, કરીને લખ્યું અને એમ લખતાં છતાં પોતાની સ્થિતિનું કેટલું તીવ્ર ભાન છે એ બતાવી દીધું. એક સ્ત્રીએ પોતાને દીકરો જો તેને માટે આશીર્વાદ માગ્યા. આંધળા જૉન મોરિસ, જેની મુલાકાત સેન્ટ ઍઝ હોસ્પિટલમાં વિલાયતથી નીકળ્યા તે જ દિવસે લઈ આવ્યા હતા અને જેને વારંવાર સંદેશા મોકલતા હતા એ માણસે પોતાને હાથે લખેલા કાગળ અને નાતાલનું કાર્ડ મોકલ્યાં. એને પણ બહુ મીઠો કાગળ લખ્યા. અને ઉપવાસના રહસ્ય વિષે મિસિસ પલાક અને મેડલીન રાલાંને તેમ જ ઍઝને લાંબા કાગળો લખ્યા.. - એક હકક્કી નામના ઈજિંપશ્યન અને સીરિયન છાપાંઓના પ્રતિનિધિ આવ્યા. એને કહ્યું હતું કે અસ્પૃશ્યતા વિષે જ વાત કરી શકાય, પણ એ અંગ્રેજી એાછું જાણતા હોવાથી એ શરતનો એણે ઊંધા અર્થ કર્યો ! તમારું રાજદ્વારી ધ્યેય શું છે ? એમ સવાલ પૂછયો અને જવાબ આપવાની બાપુએ ના પાડી. પછી ક ડે : અસ્પૃશ્યતાનું કામ શા સારુ કરી છે બાપુએ કહ્યું : હિ દુ ધર્મને સજીવન કરીને, જગતના ધર્મોની સાથે ઊભા રહીને મનુષ્ય જાતિની સેવા કરવાને એને વધારે લાયક કરવાના હેતુ છે. ' પણ પેલો માણસ આટલાથી થાકયો અને બોલ્યા : અસ્પૃશ્યતા વિષે તે મારાથી બીજુ શું પૂછી શકાય ? જાઉં છું. મિસ પામર કરીને એક અમેરિકન સ્ત્રી બહાર આવીને ઊભી. એણે લખ્યું કે મેં ગાંધીને જોયા હતા કે કેમ તેના મને એક લાખ સવાલ અમેરિકામાં પૂછવામાં આવશે. માટે એક મિનિટ માટે પણ ગાંધીને મને જેવા દો. - મેં એને ના લખી. એટલે કહે કે હું તો બહિષ્કૃત લોકોમાં જ કામ કરનારી છું અને કરવાની છું,