૨૦૨ શરણાગતના જીવનને ઘડનારા આમ એ બાઈનું ઝીણવટથી ઘડતર ચાલી રહ્યું છે. આ વિચારું છું ત્યારે અગાઉ મેં એક વાર ટીકા કરેલી અથવા શંકા કરેલી તેને ખુલાસે। મળી રહે છે. બાપુ કહે છે કે માટલું ખરાબ તેમાં માટીને વાંક કે કુંભારને ? કુંભારતા. મારી શકા એ હતી કે આશ્રમમાં આવનાર માણસે માટી નથી, અને માટી હોય તેપણ માટી વિવિધ પ્રકારની હોય છે. પણ ખરી વાત એ છે કે જે માણસ પ્રપન્ન છે, એટલે કે જેણે બધું જ બાપુને સોંપ્યું છે અને બાપુની પાસેથી જ દિશાની આશા રાખે છે. તે એમના હાથમાં માટી થઈ તે પડે એવી જ એની પાસે બાપુ આશા રાખે છે, માની લે છે. એટલે જ મીરાબહેનને જે કાગળેા જાય છે અને આજકાલ નીલાને જે કાળે! જાય છે તેમાં જિંદગીની પ્રત્યેક બાબત વિષે ઝીણી ઝીણી સલાહ હાય છે. કાલે લખ્યું હતું ના કે “ભગવાન એટલે સત્ય અને તારી વચ્ચે આવવાને કાઈ તે હક્ક નથી. હું આવું છું કારણ મને સાક્ષી રાખીને તે પ્રતિજ્ઞા લીધેલી છે. ’ આ બધા કાગળા ઇતિહાસમાં કાઈ વાર અમર થઈ જશે.
ૢ૦-૨-'ફ્ર્
પૂનમચદ રાંકા વિષે આજે કાગળ આવી ગયા. કાગળ । કાલે રાત્રે જ આવી ગયા હતા, કે જાનૂને તાર મેાકલવેા હોય તે ગાંધી મેાકલે. પણ પૂનમચંદને સીધા નહીં ! એમાં મૂળ માગણી સરકારને સ્વીકારવી પડી એટલી તા જીત થઈ. પણ પેાતાને કક્કો ખરો કરવાને પણ પ્રયત્ન કર્યાં. એટલે આપુ પાછા ખીન્ને કાગળ તૈયાર કરી રહ્યા છે. મીરાબહેનની અસહિષ્ણુતાનેા એક દાખલા આજે એના કાગળમાંથી મળે છે. અસહિષ્ણુતા અથવા એની ઉપર વીતેલા વીતકના એક પ્રત્યાઘાતને નમૂનેા કડ્ડા : “હું ઇચ્છું છું કે . . . આ વ્રતનું સૌંદર્ય અને તેની આત્યંતિક આવસ્યકતા સમજે. સેવામય જીવન માટે અને ઇશ્વરના પ્રકાશની શેાધ માટે બ્રહ્મચર્ય ની આવશ્યકતા સમજાય તે પહેલું પગિથયું છે. શરીરને મેહપારા એ બહુ ભયકંર વસ્તુ છે. આર રેડની જેલમાં મારી જોડેની જ ખાલીમાં એક દિવસ એ બાળકાને જન્મ થયા. એ આખી ગંદી ક્રિયાના વિચારથી મને અવણૅનીય જુગુપ્સા ઊપજી. ગર્ભાધાનથી તે જન્મ સુધીની પ્રક્રિયા બહુ ગંદી છે. એ રીતે પેદા થયેલાં આપણાં શરીર મેાજરૂપ અને અળગાપણાની દીવાલ'રૂપ હાય તેમાં નવાઈ નથી. નવાં જન્મેલાં આળકાને જોતાં મારા ઉપર પડેલી છાપ પડી તે આ મેહમાયાથી ભરેલી <