લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
 
૨૨૬
 

૨૧: શકરચાની રચનાનાં પરિણામ એણે સંન્યાસીઓને સધ ચાલુ રાખ્યા. ખુદ્દે જ્ઞાનના છેદ ઉડાડી દીધેા હતા. આમણે આરંભ કર્યાં. હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વા અને જ્ઞાન લઈ તે પાયા બરાબર કર્યાં પણ ઉપર ઇમારત એવી રચી કે છેવટે ધમ અને ઢોંગ એ ભળી ગયાં. બ્રાહ્મણની તપશ્ચર્યાને લીધે જે કાંઈ રજ્જુ તે રહ્યું છે. આજના સનાતનીએ તે કાંઇ સનાતનીએ કે બ્રાહ્મણેા છે ? એ તે સરકારના જ માણસા છે અને સરકાર ધારે તે એમની પાસે કરાવે છે. આજે લાક સમજતા નથી; તે સમજે તે! આ સરકાર કેવી પડી ભાંગી છે એની એને ખબર પડે અને તુરત મેળવવાનું મેળવી લે. મેં કર્યું : '૨૧માં જે કાર્યક્રમ રચાયા હતા તેની તેાલે આવે એવે કાર્યક્રમ રચાયેા નથી, રચાવાને નથી. બાપુ કહે : લેાકેામાં આત્મવિશ્વાસ જ ન મળે એટલે શું થાય? આજે પુષ્કળ કાગળેા લખ્યા. ગઈ કાલે નીલાને મે કૉલમને લેખ થાય એવડા કાગળ લખાવ્યેા હતેા. એમાં કૈાની સંગત રાખવી, કાની ન રાખવી, શું ખવાય પિવાય, કપડાં શી રીતે ધેાવાં, વાળ શી રીતે ધોવા, અરીડાં કેવી રીતે વાપરવાં, વાળ મૂંડાવવા વગેરે સૂચનાએથી એ ભરી મૂકયો. પેાતે પ્રેમ કેવી રીતે રેડ્ડી શકે છે એને બીજો નમૂનેા દવે બહેનેાની ઉપરના કાગળમાં મળ્યા. એ કાગળ વિનાના કટકા છે અને પ્રેમને ઉત્તમ નમૂતા છે. એમાં એ છેકરીઓના પિતાની સાથેને પેાતાનેા સબંધ યાદ કર્યો અને કર્યું : “ કેવળરામભાઈ અને મારા મેટા ભાઈ સરખી ના હતા, અને ઉદાર, અને ઉડાઉ હતા, અતેને ભાગા પ્રિય હતા. પાછળથી તેને વૈરાગ્ય આવ્યા હતા. અનેએ સ્વત ંત્ર રીતે મને લખ્યું કે તેઓ દક્ષિણ આફ્રિકા આવી બાકીને કાળ ગાળવા ઇચ્છે છે તે પેાતાનાં છેાકરાંની આંય મને સોંપવા ઇચ્છે છે. મે અતેની ઇચ્છા વધાવી લીધી અને તેમના આવવાની તૈયારી કરી લીધી. પણ નસીબ કહ્યુ. બન્ને મને છેડીને ભાગી ગયા. મેટા ભાઈનાં છે!કરાં તે! મારે હાથ ન જ આવ્યાં. મે કાંઈક પ્રયત્ન પણ કર્યાં. તમે બહેને વગર પ્રયત્ને મને મળી. આતે લેણાદેણી કહીએ કે પૂર્વનાં કર્મોને વિપાક! આવી છે! તે! મને ન છેડશેા. મારા વારસા જેને જોઈ એ તે લૂટી શકે છે. તમે લૂટાય તેટલે લૂટો અને શાભો ’’ આમ મિત્રતાને જિંદગીભર સાચવી રાખનારાં રાજકાટનાં સુશીલા હેનને લખતાં લખે છે: