લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
 
૨૨૭
 

અગત મિત્રતાની મર્યાદા ૨૨૭ “તમારી મિત્રતા અખંડિત રહે. એ રહેવાને મે માર્ગ બતાવ્યેા છે. અંગત મિત્રતા અનંતકાળ લગી ન જ રહે એ સ્વયંસિદ્ધ છે. તેથી તે મિત્રતાને સૌરવરની સાથેની મિત્રતામાં હોમી દેવી. એથી તેનેા નાશ નથી થયે પણ તે વિસ્તૃત થાય છે, વિશુદ્ધ થાય છે. અંગત મિત્રતાના આનદ ક્ષણિક અને તુચ્છ છે. તમારી મિત્રતા કેવળ સેવાર્થે છે એમ હું સમજું છું. એવી મિત્રતામાં અંગતપણું શું હોઈ શકે? આ વિચાર સધરી રાખતેે. અનુભવે તેનું સત્ય તમે જોશે. ’’ છતાં ઘડીક વાર લાગે છે કે બાપુની ડૉ. મહેતાની જોડેની, રેવાશંકર- ભાઈની જોડેની, ઍન્ડ્રુઝ ને ફૅલનબૅકની જોડેની મૈત્રી અ’ગત નહાતી અથવા નથી? મૈત્રીશ્વરની જ સાથે હોય એ ભાવ આપ્યા બાઇબલમાંથી લીધેલા લાગે છે. સેન્ટ જૉન ઑફ ધ ક્રાસનું આ વચન જુએ : “ આપણે કાઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખીએ એ શુદ્ધ આધ્યાત્મિક હોય અને ઈશ્વર પ્રત્યેની આસ્થામાંથી જન્મેલા હાય, ત્યારે એની સાથે ઈશ્વરપ્રેમ પણ વૃદ્ધિ પામે છે. અને દુન્યવી પ્રેમનું જેમ જેમ આપણને વધુ સ્મરણ થાય છે તેમ તેમ આપણને ઈશ્વરનું પણ વધુ સ્મરણ થાય છે અને તેને પામવાની ઇચ્છા થાય છે. એક પ્રેમ બીજા પ્રેમની સાથે જ વૃહિઁગત થાય છે.” એરિસ્ટાÜને પ્રાનાનું રહસ્ય સમજાવ્યું. એ હમેશાં મારે માટે પ્રાથના કરો, મારી માને માટે પ્રાર્થના કરો” એમ લખ્યાં કરે છે; એટલે એને પ્રાથનાનેા પાતે શે અ કરે છે એ વિસ્તારથી સમજાવવું ઉચિત ધાર્યું. કેટલી સ્ત્રીએ બાપડી બાપુની પાસે કઈ તાવીજ કે મંતરજંતરની આશા રાખતી હશે. પંજાબથી એક બાઈ તે કરુણાજનક કાગળ સરસ અક્ષરે લખેલે। આવ્યેા હું તમને પરમેશ્વર માનું છું. મારા પતિમાં પવિત્રતાની ભાવના પૂરા, હું હંમેશાં એમની સેવા કરું અને એ હંમેશાં મારામાં જ અનુરક્ત રહે. એમને પણ એક આશીર્વાદને કાગળ લખા અને મને પણ લખા. 33 એને બાપુએ લખ્યું : “ તુમ્હારા ખત પૂરા પઢ ગયા. તુમ્હારે ભાવ શુદ્ધ હૈ. લેકિન જો શક્તિકી આશા મેરે પાસ તુમને રખી હૈ, મેરેમે હૈ હી નહીં. મૈં ભી દૂસરેાંકે જૈસા પામર પ્રાણી હૂઁ ઔર ઈશ્વરક દર્શનકે લિયે ઉત્સુક હૈં, પ્રયત્નશીલ . મૈં અવશ્ય ચાહતા હૂઁ કિ તુમકા ઔર તુમ્હારે પતિકા ઈશ્વર દીર્ઘાયુ રખે, દેનેમે પવિત્ર સેવાભાવ પેદા કરે, ઔર દેતે મે પરસ્પર શુદ્ધ પ્રેમકી વૃદ્ધિ કરે. યહ ખત તુમ્હારે દાને કે લિયે સમજો. ઇસી કારણુ પતિકા અલગ ખત નહીં લિખતા.’