૩૮ કાગાવાનું જીવન સરદાર : તે તમારા જેવા ડેક ઉપર મુસાફરી કરનારાને એમ થાય. અમે તમારા જેવા ડેક ઉપર મુસાફરી કરનારા નહી. અમે તે હમેશાં સલૂનમાં જ જનારા. અમને તેા કદી ધૂળ નથી લાગી. બાપુ : ભાઈ, સલૂનમાં પણ લાગે છે. આખા દિવસ માણસ સાફ કર્યા જ કરતા હોય છે. ૨૨-૪-૨ર્ નીલા આવી ગઈ. શાસ્ત્રી લેવા ગયા હતા. બિચારા કહેતા હતા કે એણે જે જીવન ગાળ્યું હતું અને હવે તમારી સૂચના પ્રમાણે એણે જે ફેરફાર કર્યાં છે તેને વિચાર કરીને મારાં રૂંવેરૂંવાં ઊભાં થતાં હતાં, મને ક ંપારી છૂટતી હતી, પણ અંતે જોઈ તે મને આનદ થયા. એને હસમુખા પ્રસન્ન ચહેરા જોઈ ને હુ તાજ્જુબ થયા. એના દીકરાને જોઈ તે પણ મને ભારે આનંદ થયા. એ તે મહાત્માજીને કયારે તૈઈશું એમ પૂછતા હતા. શલ્યાની અહલ્યા આમ જ થઈ હરશે. સ્ત્રીની સહનશક્તિની સીમા નથી એ વાત આ આઈ એ અક્ષરેઅક્ષર સાચી પાડી. કાગાવાનું વનચરિત્ર’ એ ચાપડીનું ‘ ગોસ્પેલ ટ્રમ્પેટ’માં અવલેાકન વાંચ્યું. નીલાને ચમત્કાર કહેવાય, તેમ કાગાવાનું પણ ચમત્કાર તરીકે વર્ણવાય છે. કાગાવા અદ્વિતીય છે. કહેવાય છે કે પેાતાના જન્મને તે ચમત્કાર માને છે. તેના જીવનમાં જેને લીધે આવું પરિવર્તન થયું એ શ્વરકૃપાને ચમત્કાર જ ગણાય. પૂરેપૂરા ઈશ્વરવિમુખ બાપને છેાકરા, રખાત સ્ત્રીને પેટે જન્મેલેા, નાચ કરનારી છોકરીનું ન જોઈતું બાળક, એવા આ કાગાવાએ પેાતાના છેક બાલ્યકાળથી જ વિશુદ્ધિ માટે અદ્ભુત રાગ કેળવ્યા. એકવીસ વર્ષની ઉંમરે કાગાવા ટાકિયાની ચાલામાં, જાપાનની વસ્તીના ઉતાર જેવાં હારા સ્ત્રીપુરુષા જ્યાં સેળભેળ જીવન ગાળતાં, તેમની વચ્ચે રહેવા ગયા, ત્યારે એના મિત્રાને ભારે આશ્રય થયું. આ અનીતિથી ખદબદતી વસ્તીની વચ્ચે એ પંદર વરસ રહો. પેાતાની પત્નીને પણ એ ત્યાં રહેવા લઈ ગયા. મર્દાની જરૂરવાળું કાઈ પણ કાગાવાની ઝુંપડીમાં રહી શકતું. તેની ઝૂંપડી હંમેશાં ભરેલી રહેતી, જે સમાજ આવી ગદી અને અનીતિમય ચાલેાને જન્મ આપે છે તે સમાજને એણે પડકાર ફેંકો. ગરીબ લેાકેાને તેમના આર્થિક કલહમાં તેણે પક્ષ લીધા. કામદારને એણે સધ રચ્યા અને તેમને રહેવાની સારી સગવડા મળે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૩૮
Appearance