લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
 
૨૪૬
 

૨૪૧ બહાદુરજીની સરળતા બાપુ : તમારા મત પ્રમાણે દસ ટકા હોય તેા ચાલે, પણ ૧૫ ટકા હાય તેા ન ચાલે. વલ્લભભાઈ : એને રાજી કરવા ૧૦ ટકા આપું. એથી આગળ ન જાઉં. મેં કહ્યું : પણ બાપુ, ચાટડૂક દલીલ તે તમે કાલે આંબેડકર આગળ કરી ચૂકયા છે. કે ૨૪ ટકા અસ્પૃશ્યેાના મત મળે અને હિંદુએના વધારેમાં વધારે મળે તે માણસ ઊડી જાય અને ૨૫ ટકા અસ્પૃશ્યેાના મળે પણ હિંદુએના એછામાં ઓછા મળે તેાપણુ એ માણસ ચૂટાય. આ દલીલ સંપૂર્ણ છે, એને હું આખા યરવડા પૅટના મૂળને છેદનારી વસ્તુ માનું છું. બાપુ : હું એટલે બધે દરજ્જે એમાંથી અનુમાન નથી કાઢતેા. મને તે માત્ર એ એહૂદી લાગે છે. પણ હવે હું વિચારી જોઈશ. ૨૧-૪-૨૨ ગઈ કાલની વાતને વિચાર કરતા સૂતા. બીજી સવારે એક લાંએ લેખ* યરવડા પૅક્ટ ઉપર લખ્યા હતા તેમાં આગલી રાતની આખી દલીલ ઉમેરી. આપુ કહે : હા, એ દલીલ અરેાબર છે, અને એ પશુ. મને એ વાંધેા ચાટડૂક લાગે છે. એટલે આખી દલીલ મે લેખમાં મૂકી દીધી છે. અનુમાન આજે મિ. બહાદુરજી આવી ગયા. એમણે મંદિરપ્રવેશના મિલ વિષેના પેાતાને અભિપ્રાય દેવા સોગેામાં અપાયા હતા તે વાત કરી અને સુધારેલા અભિપ્રાય બિલ પાછાં ધારાસભામાં આવે ત્યારે આપવાની વાત કરી. ભૂલાભાઈ તે પણ મળ્યા હતા. તેમણે કહ્યું સાલકી અસ્પૃશ્ય તરીકે મત આપી શકે કે નહીં એ વિષે હિંદુ કાયદા ખરેાબર જોઈને તથા ફેંસલાઓને અભ્યાસ કરીને, એ લખવા તૈયાર છે. પણ બાપુએ એને લખવું જોઈ એ. પછી કહે : મને પેાતાને તે આ વિષે બહુ ખબર નથી, એટલે જ હું ભૂલાભાઈ ને મળ્યા હતા. જતાં જતાં સહેજે બાપુએ ખબર પૂછયા એટલે એણે સરળ માણેકબાઈ બહાદુરજીની તબિયતના સ્વાભાવિક રીતે એની માંદગીની જે કથા કહી તે રડાવે એવી, અને એના ચરણમાં માથુ નમાવવાનું મન કરાવે એવી હતી.

  • તુ * હરિજનબંધુ' વર્ષ ૧, અંક ૮, તા. ૬-૪-૧૯૩૩.