રાષ્ટ્ર મહાદેવભાઈનું આત્મનિરીક્ષણ અને બીજાને એ જરાય ન ગમે, એ કેવી બુદ્ધિ ? એટલે આધ્યાત્મિક વસ્તુમાં માણસ અતઃપ્રેરણાથી જ દેારાય, બુદ્ધિથી દેારાઈ ન શકે. મે કહ્યું છે કે રસ્કિનની ચેાપડી વાંચીને મારા વિચાર ર્યો. પણ મારામાં એ વસ્તુ ભરેલી હતી. પ્રતીતિ તા હતી જ. જાણે દલીલા આપવાને માટે એ ચાપડી મારા હાથમાં આવી. અને તે પણ વે ટાંકણે? ગાડીમાં વાંચવા નવલકથા લઈ જઈ એ, રસ્કિન કેાણ લઈ જાય? પણ એ લઈ તે હું ચાલ્યે! અને આજે દિવસે બધા ઘાટ ઘડવા. રોયલ હાટેલમાં બેસીને સાદાઈના ઘાટ ઘડવા. સાંજે વલ્લભભાઈ તે કહે: તમે આમ થીજી જઈ તે બેસે એ ન કામ આવે. કંઈક ચર્ચા કરી, સમજવાને પ્રયત્ન કરા. પણ વલ્લભભાઈ તે વાચા ફૂટતી જ નહેાતી અને ન જ ફૂટી. બહાર કાઢે તેા કાં રહેવું એની ચર્ચા થાડીક થઈ. વલ્લભભાઈ એ વ્યવહારબુદ્ધિથી તુરત કહ્યું : એની ચર્ચા બહાર તે। આજે ન જ થવા દેવાય, એટલે અહલ્યા આશ્રમ કે રાજભાજના આશ્રમમાં આજથી તપાસ ન કરાવાય. ૨-૧-૨૩ સવા વાગ્યે ઊઠીને મહત્ત્વના કાગળા લખવાના શરૂ કર્યો : શાસ્ત્રીને, જવાહરલાલને, ટાગેારને. પછી આશ્રમને વારા આવ્યેા. આશ્રમમાં જાણે કાલે કાંઈ લખવાનું બાકી રહ્યું હેાય એમ આજે પૂરું કર્યું : “ત્રતાનું પાલન કરી ચેાગારૂઢ થઈ હામાવા તૈયાર હાય તે રહે, બાકી બધા જાય. જૂનાને યા ખાતર દહાડિયું બાંધી આપવું અને જુદા રહેવા દેવા.” હું તેા જી ગયા. આંસુ ખાળ્યાં જાય નહી. મને પૂછ્યું: શું ધારા છે ? મે કહ્યું : શું ધારું? મારું કરમ ! આંબાવાડિયામાં આવીને મારા દુઃખનાં, પાપનાં આંસુ પાડ્યાં. મને એકે જવાબ આપવાને અધિકાર નથી, હું તમારા મજૂરમાત્ર છું. મારામાં ગેાળીએ સામે ઊભા રહેવાની શક્તિ છે, પણ આ ઠંડા મૃત્યુની તૈયારી નથી. ગેાળી સામે ઊભા રહેવાને માટે યમનિયમેનુ પાલન જોઈતું હાય તા સામે ઊભા રહેવાની શક્તિ છતાં હું ના પાડું. મને રજા આપેા. હું તમારા પગ આગળ એસવાને લાયક નથી. જેલમાં આવીને એકે એ અકસ્માત છે પણ બહાર આપની સાથે નીકળું તે ધક્કો દઈ તે બહાર કાઢો. પછી મેં મારા પિતાની વાત કરી. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ન લેવાની વાત કરેલી એ યાદ કરાવ્યું. ત્યારે કહે : આપણામાં આપણાં માબાપની નબળાઈ એ ઊતરવી જ જોઈએ એવું છે શું? તો તે નબળાઈ કાયમી થઈ જાય. તે તે સનાતનીએની વાત આપણે
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૭૬
દેખાવ