૩૧૮ આશ્રમે સમય આવ્યે હામાઈ જવું જોઈએ બાપુ: આને જવાબ ઉપર આવી જાય છે. પણુ કેાઈની ઉપર ખા ન કરવામાં આવે. સ: આશ્રમમાં જેટલાં પુખ્ત વયનાં છે એમણે જેલમાં જ જવું જોઈ એ કે પેાતાના અભ્યાસે કે બીજે ધે વળગી શકે? બાપુ : ધર્મ તા પ્રત્યક્ષ છે. પણ સૌને એ પ્રત્યક્ષ ન જણાય એમ અને, અર્થાત્ સૌ પેાતાની ઇચ્છા અને શક્તિ પ્રમાણે વર્તે. સ: સ્વરાજનાં બધાં કામેામાં અત્યારે સૌથી પ્રથમ કામ કયું ? બાપુ : સૌથી પ્રથમ કામ મને તે વિનયભગ જ લાગે છે. સઃ આશ્રમને કદાચ ગેરકાયદે ન રાવે અને હાલ જે પ્રવૃત્તિ ચાલે છે એ ચાલવા દે તે। પછી આશ્રમને સવિનયભંગનું કેન્દ્ર બનાવી શકાય? તેવી પ્રવૃત્તિ કરીને આશ્રમને ગેરકાયદે હરાવવા સરકારને આપણે નેતરી શકીએ ? બાપુ : એ જ મે ઉપર જણાવ્યું. સમય આવ્યે . આશ્રમે પેાતાની મેળે હામાઈ જવું જોઈ એ. સરકારના નિમ ંત્રણની કાઈ રાહ ન જુએ. [તા. ૧૭ તથા ૧૮ની ડાયરી લખાયેલી નથી. —સ) એ. પી. આઈ.ને: K-૭-'ર્ર્ પાર્લામેન્ટમાં હિંદુસ્તાન સંબંધી ચર્ચા દરમિયાન સર સેમ્યુઅલ હારે કરેલા ભાષણને હેવાલ મેં વાંચ્યા છે. વાઇસરૉયના તારથી જેવું મને દુ:ખ થયું એવું જ દુઃખ અને આશ્ચ આ હેવાલ વાંચીને મને થયું છે. x x x મારા ઉપવાસ પછી હું નિયમિત રીતે છાપાં વાંચી શકયો નથી. છેલ્લા દસ બાર દિવસમાં તે મેં છાપાં ઉપર નજર પણ નાખી નથી. એટલા જ કારણથી કે મને જરાય વખત મળ્યા નથી. તેથી હું કહી શકું નહીં કે અવૈધ પરિષદ બાબત છાપાંમાં આવેલા હેવાલા એ પરિષદમાં જે બન્યું એનું ખરું પ્રતિબિંબ પાડે છે કે નહીં. મારા કહેવાનું તાત્પર્ય એમ નથી કે છાપાંના હેવાલે બધા ખેાટા જ છે. પણ હું એમ કહું છું કે એ હેવાલેા બિનસત્તાવાર હાઈ સરકારે એની નેટિસ લેવી જોઇતી નહેાતી. આવા અવૈધ સમેલનમાં હું અથવા બીજા કાઈ જે માલ્યા હાઈ એ તેની સાથે વાઇસરોયને શું લાગે- વળગે છે? વાઇસરૉયે તા મને મુલાકાત આપી હાત તેા એ મુલાકાતમાં જે કાંઈ મેં કહ્યું હોત તે ઉપરથી પેાતાના નિયેા બાંધવા જોઈતા હતા. એ પરિષદના કામકાજને ઇરાદાપૂર્વક ખાનગી રાખવામાં આવ્યું હતું, જેથી મુલાકાતની મારી વિનતી ઉપર તેની કશી અસર પડે નહીં. છાપાંના હેવાલેાની સત્યતાને ઇન્કાર કરવાનું હજી પણ મને કહેવામાં આવે છે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૩૨૦
Appearance