લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૦
 
૪૧૦
 

અનશન વિષે C મારા અનશન પછી જાહેર લખાણ કંઈ પણ લખું તેા તે હિરજન વિષે, ‘ હરિજન' પત્રમાં અને અનશનને લગતું હાય એમ અનશન પૂરું થયું ત્યારથી જ મનમાં થતું હતું. ઈશ્વરકૃપાએ એ ઇચ્છા પાર પડી છે, અને એ જ કૃપાવડે હવે પછી કઈક ને કઈક પહેલાંની માફક હું 'હરિજન'માં આપવાની આશા રાખુ છું. પશુ આને! અથ એવા નથી કે હવે મારામાં આવેલા કામને ઉકેલવાની શક્તિ પૂર્વવત્ આવી ગઈ છે. હજુ મારે ધણી સભાળપૂર્વક રહેવું પડે છે, પથારીને પણ સેવવી પડે છે. તેથી મને ખાસ પત્રો લખનારને ધીરજ રાખવા હું વિનતી કરું છું. કદાચ હું તૈયાર થઈ જાઉ તેને હજી ખીએ એક માસ જોઈ એ, કાને ખબર છે કે એક માસમાં શું થશે? આપણે ક્ષણજીવી છીએ. આવતી પળે શું થશે એની પણ ખબર હોતી નથી. તે। પછી મારા જેવા રિજન- સેવાની અભિલાષાઓને વિષે કહેવું જ શું હાય? રિજનબંધુ'ના વાંચનાર જે ‘હિરજનબંધુ' સેવાભાવનાથી જ લે છે ને વાંચે છે તેએને મારી સલાહ તે! એવી છે કે મારાં લખાણાની તે મારા અભિપ્રાયાની રાહ જ ન જુએ. હિરજનસેવાને માર્ગ સાવ સ્પષ્ટ છે. ક્ષેત્ર વિશાળ છે. • હરિજનબંધુ’ દરેક અવાડિયે ચાલતી પ્રવૃત્તિને ખ્યાલ આપવાને પ્રયત્ન કરે છે. શું કરવું જોઈ એ, શું શકય છે, અને તે કેમ કરી શકાય એ પણુ બતાવવાનેા પ્રયત્ન કરે છે. તેમાંથી સૌને કઈક ને કઈક સેવા કરવાની મળી રહેવી જોઈએ. તો પછી મારા લખાણની કે મારા અભિપ્રાયની શી આવશ્યકતા હોય? મને એને સારુ લખવાની ઇચ્છા થઈ જાય તા તે આત્મસ તેાતે સારુ હોય છે. કંઈક પણ મારે વાંચનારને કહેવાનું, સમજાવવાનું હોય, ત્યારે લખવાપણું રહે. પણ લખવાપણું હોય અથવા ન હાય, અથવા લખવાની મને શક્તિ ન રહે કે અવકાશ ન રહે તેાયે હું આશા રાખું કે વાંચનાર શિથિલ ન થાય અને ‘ હરિજનબ’ની સાથે પેાતાના સબંધ કાયમ રાખે. 6 હવે અનશન વિષે લખું. ઈશ્વરની પ્રેરણા એ શી વસ્તુ હતી એ પ્રશ્ન ઘણાએ કર્યો છે. એ પ્રેરણા મને કેવી રીતે થઈ? ઈશ્વરની જ પ્રેરણા હતી એ મેં કેમ જાણ્યું ? ૧૦